આગામી દિવસોમાં જ્યારે દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે સોનાના વેપારીઓને ટાર્ગેટ કરતી ગેંગ વેપારીઓને લલચાવી નકલી સોનુ પધરાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગોલ્ડન ગેંગને ઝડપી પાડવામાં આવી છે. જેની પાસેથી પોલીસે નકલી સોનાના બિસ્કિટ અને રોકડ રૂપિયા 11 લાખ સાથે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
'ગોલ્ડન ગેંગ' ના 4 શખ્સોને 11 લાખના મુદ્દમાલ સાથે PCBએ ઝડપી પાડ્યા - PCB expedites 4 members of
વડોદરાઃ સોનાના વેપારીઓને લલચાવી નકલી સોનુ પધરાવી લાખો રૂપિયાની ચિટિંગ કરતી 'ગોલ્ડન ગેંગ' ના 4 શખ્સોને 11 લાખના મુદ્દમાલ સાથે PCBએ ઝડપી પાડ્યા છે.
!['ગોલ્ડન ગેંગ' ના 4 શખ્સોને 11 લાખના મુદ્દમાલ સાથે PCBએ ઝડપી પાડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4793928-thumbnail-3x2-vadodraa.jpg)
વડોદરા શહેરમાં દિવાળી તહેવારને પગલે શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી આંગડિયા પેઢી તેમજ સોના ચાંદીના વેપારીઓને ત્યાં કોઈ બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક છે. ત્યારે શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદને આધારે ફરિયાદીને ભરોસામાં લઈને સોનાના બિસ્કીટ આપી રૂપિયા 55 લાખ રોકડ લઈ ફરાર થઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીને ભરોસામાં લઇ સોનાના બિસ્કિટની ખરાઈ કરતા ડુપ્લીકેટ હોવાનું જાણવા મળ્યું હતું.
જેથી ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા પીલિસે આ મામલે ફરિયાદને આધારે તપાસ કરતા વેપારીઓને ટાર્ગેટ કરતી ગેંગ વેપારીઓને લલચાવી નકલી સોનુ પધરાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગોલ્ડન ગેંગને ઝડપી પાડવામાં આવી છે. જેની પાસેથી પોલીસે નકલી સોનાના બિસ્કિટ અને રોકડ રૂપિયા 11 લાખ સાથે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 3 શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.