- પારુલ યુનિવર્સીટીએ માનવતાની મહેક પ્રસરાવી
- દિવાળીના તહેવારોના પ્રારંભે દાન સરવાણીનો ધોધ વરસાવ્યો
- દિવ્યાંગ લોકોના પરિવારોને અનાજની કીટનું કર્યું વિતરણ
વડોદરાઃ વડોદરા જિલ્લાની વાઘોડિયાની પારુલ યુનિવર્સીટી દ્વારા જીવન જરુરિયાત વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી વડોદરા શહેર અને જિલ્લાના દિવ્યાંગોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ તેમજ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાઘોડિયાની પારુલ યુનિવર્સીટીએ દિવ્યાંગ લોકોના પરિવારોને કપડાં અને અનાજની કીટનું કર્યુ વિતરણ 5 બસ દ્વારા દિવ્યાંગોના પરિવારોને પારુલ યુનિવર્સીટી લઈ જવાયાજીલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારુલ યુનિવર્સીટીએ દાન સરસવાણીનો ધોધ વહેતો કર્યો છે. બુધવારે 5 બસ દ્વારા જિલ્લા અને તાલુકાના દિવ્યાંગ લોકો અને તેમના પરિવારજનોને વાઘોડિયા પારુલ યુનિવર્સીટી ખાતે લઈ જવામાં આવ્યા હતા. વાઘોડિયાની પારુલ યુનિવર્સીટીએ દિવ્યાંગ લોકોના પરિવારોને કપડાં અને અનાજની કીટનું કર્યુ વિતરણ દિવાળીના તહેવારથી વંચિત ના રહે માટે જરૂરી વસ્તુઓનું કર્યું વિતરણ
વૈશ્વિક મહામારી કોરોનાને ધ્યાને લઈ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે આમ આદમી આર્થિક ભીંસના ખપ્પરમાં હોમાયો હતો. જ્યારે અંધજનો પણ મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે એક પછી એક અનેક સામાજીક કાર્ય કરતી સંસ્થાઓ સેવા અર્થે આગળ આવી હતી. તેમજ જરૂરિયાત મંદ લોકોને અનાજ, કપડાં સહિતની જરુરી ચીજ વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ, દિવાળીના તહેવારોનો અગિયારસથી પ્રારંભ થઇ ગયો છે. જેને અનુલક્ષીને બુધવારે વાઘોડિયાની પારુલ યુનિવર્સીટી દ્વારા શહેર જીલ્લામાંથી અંધજનો અને તેમના પરિવારોને 5 બસ મારફતે યુનિવર્સીટી ખાતે લઈ જવાયા હતા. તો યુનિવર્સીટી ખાતે 200 થી વધુ દિવ્યાંગ લોકો અને તેમના પરિવારોને કપડાં, સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સાથે જ 13 નવેમ્બરે હેન્ડિકેપ લોકો માટે અનાજ અને જરિુરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે.