વડોદરા:સ્વસ્થ માટે આપણે જ કાળજી લેવાની હોય છે કેમ કે જ્યારે આપણે ઘણીવાર બાગ બગીચા કે અન્ય જગ્યાએ ફરતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે કયો છોડ કેટલો નુકસાનકારક હોય છે. વાત છે વડોદરાની કે જ્યાં મહાનગરપાલિકા દ્વારા રોડની સાઈડમાં લગાવેલ કોનોકારપર્સને લઈ વિવાદ સર્જાયો હતો કે તે સ્વસ્થ માટે જોખમકારક છે. પરંતુ કોનોકારપર્સ કરતા પણ વધુ જોખમી છે પારથૅનીયમ નામની વનસ્પતિ અને જે ખાસ કરીને બાગ બગીચામાં જોવા મળતી હોય છે. તેના કારણે સ્કિન ડિસિસ અને અસ્થામાં જેવી બીમારી ખૂબ ઝડપથી ફેલાતી હોય છે. આ દાવો કર્યો છે એમએસ યુનિવર્સિટીના બોટની વિભાગના એસોસિયેટ પ્રોફેસર પહ્મનાભી નાગરે કે જેઓએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.
શુ છે પારથૅનીયમ:આ અંગે વિસ્તૃત માહિતી આપતા MSUના એસોસિયેટ પ્રોફેસર પહ્મનાભી નાગરે જણાવ્યું હતું કે પારથૅનીયમ જે પ્લાન્ટ છે તે લોકો તેને જંગલી ગાજર તરીકે પણ ઓળખે છે. સાથે કોંગ્રેસગ્રાસ પણ કહેવામાં આવે છે. સાથે અનેક અંગ્રેજી નામો પણ જોવા મળતા હોય છે. આ ઓરિજન નોર્થઇસ્ટ મેક્સિકન અમેરિકન પ્લાન્ટ છે. હાલમાં તેનો વિશ્વમાં ફેલાવો જોવા મળી રહ્યો છે. જેમાં ભારતની વાત કરવામાં આવે તો 20 મિલિયન હેકટર જમીનમાં ફેલાઈ ચૂક્યું છે. આ પરથી વિચારી શકાય છે કે કેટલી જમીન પાર્થનીયમથી જકડાયેલી જોવા મળી રહી છે.
ટૂંકું જીવન છતાં મિલિયન હેક્ટરમાં ફેલાવો: આ વનસ્પતિ ઝડપથી વધતી હોય છે. જમીનમાં જ્યાં કઈ જગ્યા હોય ત્યાં સરળતાથી ઊગી નીકળતા હોય છે. ત્યારબાદ એકાએક તેનો વિસ્તાર ફેલાવતા હોય છે. આ વનસ્પતિ એક પ્રકારનું નિંદણ છે. આ વનસ્પતિ એક કડક વનસ્પતિ કહી શકાય જેમ કે ગાંડો બાવળ. આ એક હારબેસિયસ પ્લાન્ટ છે કે જેની સમય મર્યાદા માત્ર 3થી 4 મહિના હોય છે. આ પ્લાન્ટ 1 મહિના બાદ ફ્લાવરિંગ અને બીજ આવતા હોવાથી તેનો ફેલાવો વધુ જોવા મળી રહ્યો છે.
આ પ્લાન્ટથી થતા નુકસાન: પારથૅનીયમ નામની આ વનસ્પતિ સામન્ય રીતે દરેક બાગ બગીચા, હોમ ગાર્ડન, રેસ્ટોરન્ટ ગાર્ડન, ખેડૂતોના ખેતરમાં અને અન્ય અવાવરું જગ્યામાં પણ સરળતાથી જોવા મળતી હોય છે. આ ખાસ કરીને ખેડૂતોને વધુ નુકસાનકારક હોય છે કેમ કે તે ખેડૂતના પાક સાથે સીધી રીતે ઊગી નીકળે છે. અને તેનાથી ખેડૂત મિત્રોને નુકસાન થાય છે. ખેડૂત પારથૅનીયમ પોતાના પાકથી દૂર કરતા હોય છે. તે દરમ્યાન તે છોડને નીકાળતા તેના પર આવેલ ટ્રાઇકોમના કારણે સ્કિન એલર્જી, સ્કિન પ્રોબ્લેમ, આંખો સુજી જવી, તાવ આવવો અને ચામડીના રોગ પણ થતા હોય છે. કેટલાક લોકોને ડાયેરિયા પણ થતો હોય છે. આ કારણે આ પ્લાન્ટ ખુબજ નુકસાનકારક હોય છે. એટલે કહી શકાય કે કોનોકારપર્સ કરતા પારથૅનીયમ ખુબ જ ખાતરરૂપ પ્લાન્ટ છે.