વડોદરાઃ કોરોના મહામારી વચ્ચે દેશના તમામ પ્રવાસન સ્થળો બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે અનલોક 5 માં સરકારની કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ધીરે ધીરે પ્રવાસન સ્થળો ખુલલામાં આવી રહ્યા છે, ત્યારે 10 ઓક્ટોબરથી કેવડિયા ખાતે નિર્માણ પામેલા વિશ્વનાં પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ ખુલ્લાં મુકવામાં આવ્યા છે. જેમાં હજુ પણ લોકો ઓનલાઇન ટિકીટ લઈને આવી રહ્યા છે, પરંતુ સીધા આવનારા પ્રવાસીઓ ટિકીટ વિન્ડો ખોલવાની પણ માગ કરી રહ્યા છે. આજની લાઈફમાં બાળકો પૌષ્ટિક ખોરાક કરતા ફાસ્ટફૂડ વધારે પસંદ કરે છે.
અનલોક 5માં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના પાર્ક અને મોલ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા - Government's Covid-19 guideline
અનલોક 5 માં સરકારની કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ ધીરે ધીરે પ્રવાસન સ્થળો ખુલ્લામાં આવી રહ્યા છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું વિશ્વનું પહેલું થીમ પાર્ક, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક તથા એકતા મોલ અને એકતા ફૂડ કોર્ટ પણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા છે.
પોષણયુક્ત ખોરાકની સમજ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા વિશ્વના પ્રથમ થીમ બેઝડ ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક ટ્રાયલ બેઝ માટે ફરી આજથી ખુલ્લું મુકાયું છે, ત્યારે બાળકો મોટી સંખ્યામાં અહીંયા આવવાનું પસંદ કરે છે પ્રથમ દિવસે 100 જેટલા પ્રવાસીઓ નોંધાયા પરંતુ જેમ જેમ જાણ થતી જશે તેમ તેમ પ્રવાસીઓની આવકમાં વધારો થતો જશે.
કોરોના સંક્રમણને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. એકતા મોલ અને ફૂડ કોર્ટમાં પણ ખાસ સાવધાની વર્તાઈ રહી છે. આ ન્યૂટ્રિશિયન પાર્કના સિનિયર મેનેજર પ્રતીક માથુરે જણાવ્યું હતું કે, COVID-19ની સ્થિતિને ધ્યાને લઇને કેટલાંક ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. તે પ્રમાણે ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કમાં 10 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યા છે. એક સ્લોટ એક કલાકનો રહેશે. દર કલાકે 60 વ્યક્તિઓને પ્રવેશ અપાય છે. પાર્કમાં પ્રવેશ સમયે તથા ઠેર-ઠેર સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે તો સાથે-સાથે ટેમ્પરેચર માપીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યા છે.