વડોદરા શહેરમાં જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલીત શાળામાં શિક્ષક દ્વારા શાળાના બાળકો સાથે ગેરવર્તણૂક કરવાનો બાળકોના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. વાલીઓએ આક્ષેપ કરતા જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે વાલીઓ શિક્ષક વિરુદ્ધ રજૂઆત કરવા માટે પોહચ્યા હતા.
વડોદરામાં શાળાના શિક્ષકો દ્વારા બાળકો સાથે બીભત્સ ચેનચાળા કરવાનો વાલીઓએ લગાવ્યો આક્ષેપ
વડોદરા: શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં શિક્ષક દ્વારા બાળકો સાથે ગેરવર્તણૂક અને ચેનચાળા કરવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે સત્તાધીઓ દ્વારા તપાસની બાંહેધરી આપી હતી.
શહેરના હથિખાના વિસ્તારમાં આવેલ શિક્ષણ સમિતિના એક શિક્ષક દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શાળાના બાળકો સાથે ગેરવર્તણૂક અને બીભત્સ ચેનચાળા કરતા હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.આ મામલે શાળાના બાળકોના વાલીઓએ શિક્ષણ સમિતિ ખાતે રજૂઆત કરવા માટે પોહચ્યા હતા. આ મામલે શિક્ષણ સમિતિના પધિકારીઓને અવગત કરવામાં આવ્યા હતા.
પરંતુ રજુઆત કરવા પોહચેલા શિક્ષણ સમિતિના પદાધિકારીઓ દ્વારા યોગ્ય પગલાં લેવાની બાંહેધરી આપી હતી. અને આ મામલે યોગ્ય તપાસ કરવાનું જણાવ્યું હતું. અગાઉ પણ આ શિક્ષક વિરુદ્ધ શાળામાં ફરિયાદ થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.