બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં 31 હોદ્દોઓ માટે 73 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. 2172 સભ્યો ધરાવતા બીસીએના ચૂંટણી જંગમાં વડોદરાના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ મતદાન કરવા માટે ઉમટ્યા હતા.
બીસીએની ચૂંટણીનું પરિણામ મોડી રાત્રે જાહેર થયું હતું. જેમાં રોયલ ગ્રુપના જતીન વકીલ અને રિવાઈવલ ગ્રુપના પ્રણવ અમીન પ્રમુખ પદ માટે રસાકસી જોવા મળી હતી..આખરે પરિણામ જાહેર થતા રિવાઈવલ ગ્રુપના પ્રણવ અમીનનો બીસીએના પ્રમુખ પદ માટે વિજય થયો હતો. જ્યારે ઉપપ્રમુખ તરીકે રિવાઈવલ જૂથના શીતલ મહેતાનો વિજય થયો હતો. સેક્રેટરી પદે રોયલ જૂથના અજિત લેલે જીત્યા હતાં. તેમજ જોઈન્ટ સેક્રેટરી પદે રોયલ જૂથના પરાગ પટેલનો વિજય થયો હતો.
બરોડા ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ પદે રિવાઈવલ જૂથના પ્રણવ અમીનની જીત - ક્રિકેટ
વડોદરા: બરોડા ક્રિકેટ એસોસિએશનની રસાકસી ભરી બનેલી ચૂંટણીમાં 68.50 ટકા મતદાન નોંધાયું હતું. મોડી રાત્રે પરિણામ જાહેર થતા બરોડા ક્રિકેટ એસોસિએશનના પદે રિવાઈવલ ગ્રુપના પ્રણવ અમીનનો વિજય થયો હતો.
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી માટે જ્યાં મતદાન થઈ રહ્યું છે તે જ્યોતિ ગાર્ડનમાં ખાસ સમિયાનું બનવામાં આવ્યું છે જ્યાં મતદારો અને ટેકેદરો ઉભા રહી શકે જો કે બપોરે ધોધમાર વરસાદ પડતાં પાણી ભરાઈ ગયું હતું. વડોદરા શહેરમાં અચાનક વરસાદ વરસવાનું શરૂ થયું હતું. બીસીએની મતદાન સમયે વરસાદ વરસતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી સમિયાની ઉપરના ભાગમાં પાણી ભરાઈ જતાં સ્ટાફ દ્વારા પાણી કાઢવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતાં. જોકે પાણી ભરાઈ જતા દોડધામ કરવી પડી હતી અને કેટલોક ભાગ બેસી ગયો હતો અને મતદારો પણ અટવાયા હતા.