ગુજરાત

gujarat

ETV Bharat / state

Search Operation: દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડો દેખાયો, પૂરાવા મળતા વનવિભાગે શરૂ કરી કાર્યવાહી

વડોદરામાં દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડો દેખાતા દોડધામ મચી હતી. ત્યારે વનવિભાગની ટીમે દીપડાને શોધવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ હવે દીપડાને પકડવા પાંજરું મુકવાની કામગીરી પણ કરાશે.

Search Operation: દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડો દેખાયો, પૂરાવા મળતા વનવિભાગે શરૂ કરી કાર્યવાહી
Search Operation: દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાં દીપડો દેખાયો, પૂરાવા મળતા વનવિભાગે શરૂ કરી કાર્યવાહી

By

Published : Feb 22, 2023, 7:40 PM IST

કોલ મળતા ટીમ જ એરફોર્સ ખાતે દોડી આવી

વડોદરાઃશહેર નજીક આવેલા દરજીપૂરા એરફોર્સ સ્ટેશનમાં દીપડો દેખાયો હોવાની વહેલી સવારે માહિતી મળી હતી. ત્યારે વનયજીવપ્રેમી સહિત વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, હાલમાં દીપડો હોવાના પુરાવા વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સાથે સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. તો પૂરાવા મળતા જ વન વિભાગ દ્વારા પાંજરું મુકવાની કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચોઃNavsari News : જીવ ના જોખમે કામ કરતા મજૂરો, દીપડાઓને ભગાડવા માટે અનોખો પ્રયાસ

કોલ મળતા ટીમ જ એરફોર્સ ખાતે દોડી આવીઃઆ બનાવ અંગે વન્યજીવપ્રેમી હેમંત વઢવાણાએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે દરજીપુરા એરફોર્સ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે, અહીં દીપડો દેખાયો છે. જેથી તેઓ ટીમ સાથે એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેના પગલા જમીન પર જોવા મળ્યા અને તે પગલા દીપડાના હોવાની ખરાઈ થતાં દીપડાને શોધવા માટે કામગીરી શરૂ કરી હતી.

દીપડા હોવાના પૂરાવા મળ્યા

દીપડો હોવાના પુરાવા એકત્રિત કરાયાઃઆ બનાવ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવી હતી અને એરફોર્સ સ્ટેશન ખાતે વન વિભાગની ટીમ પણ તાત્કાલિક પોતાના સ્ટાફ સાથે પહોંચી દીપડો હોવા અંગે પુરાવા એકત્ર કરી પાંજરું મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે.

પ્રાથમિક દ્રષ્ટિએ દીપડો હોવાનું જાણવા મળ્યું:વન વિભાગના મતે, દરજીપુરા એરફોર્સમાં દેખાયેલો આ દીપડો કેનાલના રસ્તેથી અવરજવર કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. તેમ જ એરફોર્સ ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે દીપડાને જોયો હોવાનું જણાઈ આવ્યું છે, જેથી વન વિભાગે સાંજ સુધીમાં પાંજરું મુકી શકે છે. અગાઉ શહેરમાં અમિતનગર સર્કલ સુધી દીપડો આવી ગયાની ઘટના બનેલી છે. તેમ જ વિશ્વામિત્રી નદીના કોતરોમાં દીપડાઓ દેખા દઇ ચૂક્યા છે.

આ પણ વાંચોઃSurat News : શેરડી કાપતી વેળાએ દીપડો દેખાતા મજુરો જીવ હાથમાં લઈને ભાગ્યા

આરએફઓ શું કહે છે, જાણોઃઆ અંગે આર.એફ.ઓ કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, દરજીપૂરા એરફોર્સમાં દીપડો હોવાની માહિતી મળતા જ વનવિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં દીપડો હોવાના વિવિધ પૂરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સાથે જ દીપડા અંગે વધુ માહિતી મળી શકે તે માટે આસપાસ લગાવેલ સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details