ગુજરાત

gujarat

ETV Bharat / state

ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદને લઈ પાદરાના હરીભક્તોએ DySP વિરુદ્ધ કાર્યવાહી કરવા આપ્યું આવેદનપત્ર - ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ

વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર પાદરાના હરીભક્તોએ પાદરા મામલતદારને ગઢડામાં બનેલી ઘટનાના વિરોધમાં જીલ્લા સેવાસદનની કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

padra
padra

By

Published : Dec 24, 2020, 7:33 AM IST

  • ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં બનેલી ઘટનાને પગલે પાદરાના હરીભક્તોમાં નારાજગી
  • પાદરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
  • ડીવાયએસપી સામે કાર્યવાહી કરવા રજૂઆત


    વડોદરાઃ સ્વામિનારાયણ મંદિરમાં દાદાગીરી અને ગેરવર્તન કરવા બદલ ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ અને આ ષડયંત્ર કરનાર સાધુ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પાદરા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર પાદરાના હરી ભક્તો દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદને લઈ પાદરાના હરીભક્તોએ DySP વિરુદ્ધ કાર્યવાહી કરવા આપ્યું આવેદનપત્ર

ગેરવર્તણૂકની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગઢડામાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરના પવિત્ર સ્થાનમાં ચેરમેનની ઓફિસમાં પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ડીવાયએસપી રાજદીપસિંહ નકુમની ગઢડાના સંતો અને હરિભકતોની સામે દેવપક્ષના પક્ષકાર બની દાદાગીરી અને ગેરવર્તન કરેલ છે અને મન ફાવે એવી સંતો હરીભક્તોને ભારતના કાયદાને લાંછન લાગે એવા અપશબ્દો બોલ્યા છે. ત્યારે આવી ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના આધારે ડીવાયએસપી સામે સખતમાં સખત કાર્યવાહી કરવામા આવે.

ABOUT THE AUTHOR

...view details