ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાઈનીઝ દોરાથી લોકોના જીવ ગુમાવ્યા બાદ પાદરા પોલીસ તંત્ર એક્શનમાં - ચાઈનીઝ દોરી

વડોદરામાં વધુ એક યુવાને ચાઈનીઝ દોરીને કારણે ગળું કપાતા જીવ ગુમાવ્યો (people lost their lives to Chinese thread) છે. બાદમાં પાદરા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું (Padra police in action) છે. પાદરા પોલીસે આજરોજ અલગ અલગ ટીમ બનાવીને આવી દોરીનુ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

padra-police-in-action-after-people-lost-their-lives-to-chinese-thread
padra-police-in-action-after-people-lost-their-lives-to-chinese-thread

By

Published : Jan 3, 2023, 8:45 PM IST

ચાઈનીઝ દોરાથી લોકોના જીવ ગુમાવ્યા બાદ પાદરા પોલીસ તંત્ર એક્શનમાં

વડોદરા:પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી માટે પાદરા પોલીસે આજ રોજ અલગ અલગ ટીમ બનાવીને આવી દોરીનુ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી (people lost their lives to Chinese thread) હતી. પોલીસ તંત્રએ અલગ અલગ ટીમો બનાવી પાદરા તેમજ આસપાસના વિવિધ વિસ્તારોમાં પતંગોની દુકાનો, જનરલ સ્ટોર તેમજ દોરી પીવડાવતા વેપારીમાં સઘન ચેકિંગ હાથ ધરી ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવાં માટે અપીલ પણ કરવામાં આવી (Padra police in action) હતી.

દોરીનુ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી

મોત બાદ તંત્ર જાગ્યું: હાલમાં બે દિવસ પૂર્વે કેટલાક ઈસમો આ ચાઈનીઝ દોરાને કારણે મોતને ભેટ્યા (people lost their lives to Chinese thread) છે. હાલ વડોદરામાં પણ આ ચાઈનીઝ દોરાને કારણે બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. ત્યારે પાદરા પોલીસ તંત્ર એક્શનમાં આવીને પ્રતિબંધિત દોરાનું વેચાણ કરતા વેપારીઓ સામે ચેકિંગ સઘન બનાવ્યું હતું.

હાલમાં ચાઈનીઝ દોરવાને કારણે લોકોએ જીવ ગુમાવ્યો હતો:તાજેતરમાં જ નવા વર્ષના પ્રથમ દિવસે જ વડોદરા શહેરના હોકી પ્લેયરનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા મોત નિપજયું (people lost their lives to Chinese thread) હતું. તાજેતરમાં વડોદરા શહેરમાં ચાઈનીઝ દોરીના કારણે ગળું કાપવાનો એક બીજો બનાવ પણ બન્યો (Padra police in action) હતો. જેના અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા આ કામગીરી આરંભી દીધી (Padra police in action) હતી.

આ પણ વાંચોચાઈનીઝ દોરી પર પ્રતિબંધના અમલવારીને લઈને ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ

પતંગ અને દોરીનું વેચાણ કરતા કરતાં વેપારીઓમાં ફફડાટ: પાદરા પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવી ચાઈનીઝ દોરીના વેચાણને લઈને કામગીરી આરંભાઈ હતી. જેના કારણે પાદરા તેમજ આસપાસના વેપારીઓમાં આ અંગે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ:ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલના પર લાગેલા પ્રતિબંધના અમલીકરણને લઈને હાઇકોર્ટે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો (HC sought report of Chinese lace to government) હતો. ગુજરાત હાઇકોર્ટનું પ્રાથમિક (gujarat high court) અવલોકન કરતા કહ્યું હતું કે, ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલના ઉપર માત્ર જાહેરનામું બહાર પાડવું જરૂરી નથી પરંતુ પ્રતિબંધ મૂકીને તેનો અમલવારી થવું પણ જરૂરી (strict action on Prohibition of Chinese lace) છે.

આ પણ વાંચોકોરોનાના બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું કેવું આયોજન થઇ રહ્યું છે જૂઓ

હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો:આ સમગ્ર સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે કે, ચાઈનીઝ દોરી અને તુકકલ પર પ્રતિબંધના અમલવારીને લઈને હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો તેમ જ રિપોર્ટ પણ માંગ્યો હતો. આ સાથે જ આ પ્રતિબંધ ઉપર સરકાર કઈ રીતે તેનો અમલવારી કરાવી રહી છે. તે પણ હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો છે. તો સાથે જ બે દિવસમાં સોગંદનામાં પર જવાબ રજૂ કરવા પણ સરકારને કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 6 જાન્યુઆરીના રોજ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details