- શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનમાં પાદરાના ધારાસભ્યએ દાન આપ્યું
- ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર દ્વારા રૂપિયા 1.11 લાખનું દાન આપ્યું
- અભિયાનમાં ગ્રામજનોને સહયોગ આપવા અપીલ કરી
વડોદરાઃ લાંબા સમયની લડત બાદ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિનો ચુકાદો આવ્યો હતો. જેને લઈ રામભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવે અહીં ભવ્યાતિભવ્ય રામ મંદિર નિર્માણ કરવાની તજવીજ ચાલી રહી છે.
પાદરાના ધારાસભ્યએ શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનમાં રૂપિયા 1.11 લાખનું દાન આપ્યું 15 જાન્યુઆરીથી શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન શરૂ કરાયું
જેમાં દેશના નાગરિકો પણ રામ મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી બની શકે તે માટે તારીખ 15 જાન્યુઆરીથી શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર રૂપિયા 5,00,100ની રકમ દાનમાં આપી હતી.
પાદરાના ધારાસભ્યએ શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનમાં રૂપિયા 1.11 લાખનું દાન આપ્યું સમગ્ર દેશમાંથી અજબો રૂપિયાનો ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે
અયોધ્યામાં શ્રીરામ મંદિરનો ચુકાદો આવ્યા બાદ રામ મંદિર નિર્માણ માટે સમગ્ર દેશમાંથી અજબો રૂપિયાનો ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર દ્વારા રામમંદિર નિર્માણ માટે રૂપિયા 1 લાખ 11 હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
પાદરાના ધારાસભ્યએ શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનમાં રૂપિયા 1.11 લાખનું દાન આપ્યું ગામે-ગામ પહોંચી રામ મંદિર નિર્માણ માટે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે
વડોદરા જિલ્લા અભિયાનના સહ પ્રમુખ જીગર પંડ્યા, પાદરા તાલુકા અભિયાન પ્રમુખ ઠાકોર પટેલ દ્વારા સમગ્ર પાદરા તાલુકામાં ગામે ગામ પહોંચી રામ મંદિર નિર્માણ માટે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર પણ રામ મંદિરના નિર્માણ માટે સામે આવ્યાં હતા અને અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે પોતાનો ફાળો આપી ધન્યતા અનુભવી હતી.
પાદરાના ધારાસભ્યએ શ્રીરામ જન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાનમાં રૂપિયા 1.11 લાખનું દાન આપ્યું