ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાની સયાજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં ઓક્સિજન પાઇપમાં લીકેજ થતા તંત્રમાં દોડધામ

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. કોરોના સંક્રમિત દર્દીઓનો આંક 800ને પાર પહોંચ્યો છે. હોસ્પિટલો દર્દીઓથી હાઉસફૂલ થઈ છે. તેવામાં સયાજી હોસ્પિટલના નવા સર્જીકલ વોર્ડમાં ઓક્સિજન પાઇપમાં લીકેજ થતા તંત્રમાં દોડધામ મચી હતી.

સયાજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં ઓક્સિજન પાઇપમાં લીકેજ
સયાજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં ઓક્સિજન પાઇપમાં લીકેજ

By

Published : May 3, 2021, 12:52 PM IST

  • સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોના દર્દીઓથી હાઉસફૂલ
  • સર્જીકલ વોર્ડમાં ઉભા કરાયેલા કોવિડ સેન્ટરમાં 100થી 150 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ
  • ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા

વડોદરા :મધ્યગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોના દર્દીઓથી હાઉસફૂલ થઈ છે. જેથી અન્ય વોર્ડમાં કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. તે પૈકીના એક નવા સર્જીકલ વોર્ડમાં ઉભા કરાયેલા કોવિડ સેન્ટરમાં 100થી 150 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે.

સયાજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં ઓક્સિજન પાઇપમાં લીકેજ

આ પણ વાંચો : કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે કોરોનાના 24 દર્દીના મોત

ઓક્સિજન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી શરૂ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો

આજે સોમવારે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં સર્જીકલ વોર્ડમાં વીજ વાયર પીગળવાથી ઓક્સિજન પાઈપ લાઈનમાં લીકેજ થયું હતું. જેના કારણે ફરજ પર હાજર સ્ટાફ તેમજ દર્દીઓના જીવ પડીકે બંધાયા હતા. તુરંત સિક્યોરિટી ઈન્ચાર્જ દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ઓક્સિજન ડિપાર્ટમેન્ટ દ્વારા તાબડતોડ કામગીરી શરૂ કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જેથી જાનહાનિ થતા ટળી હતી.

સયાજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં ઓક્સિજન પાઇપમાં લીકેજ

એક નાનો વાયર તૂટી ગયો એ વાયર પીગળવાથી ઓક્સિજનની લાઈનમાં લીકેજ ગયું
આ અંગે માહિતી આપતા સબ ફાયર ઓફિસર કૃષ્ણા નંદકિશોર સોલંકીએ જણાવ્યું હતું કે, સિક્યુરિટી સ્ટાફના ઈન્ચાર્જ અંકુરનો અમારી ઉપર કોલ આવ્યો હતો. તેથી તુરંત તેઓ સ્થળ ઉપર આવી ગયા હતા. ત્યાં ઓક્સિજન લીકેજ થતો હતો. એક નાનો સરખો વાયર તૂટી ગયો હતો અને એ વાયર પીગળવાથી તેની નીચે જે ઓક્સિજનની લાઈન હતી તેમાં લીકેજ થઈ ગયું હતું.

સયાજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં ઓક્સિજન પાઇપમાં લીકેજ

આ પણ વાંચો : વાંસદા કોટેજ હોસ્પિટલના નવી બિલ્ડીંગમાં 60 ઓક્સિજન બેડની સુવિધા શરૂ

સર્જીકલ બિલ્ડીંગમાં 100થી 150 કોરોનાના દર્દીઓ

દર્દીઓને કોઈ તકલીફ પડી ન હતી. આ લીકેજ થતા એક લાઈન બંધ કરી તુરંત બીજી લાઈન ચાલુ કરી દેવામાં આવી હતી. યુરોલોજી ડિપાર્ટમેન્ટ તરફ જે ટેન્ક રાખવામાં આવી છે. ત્યાંથી આ લાઈન ખેંચવામાં આવી હતી. તેની બાજુમાં બીજી ટેન્ક છે તેમાં સપ્લાય કર્યો જેના કારણે કોઈ તકલીફ પડી નથી. સર્જીકલ બિલ્ડીંગમાં 100થી 150 કોરોનાના દર્દીઓ છે. જે કામગીરી હતી. તે 5થી 7 મિનિટની હતી. ઓક્સિજન સપ્લાય ચાર પાંચ મિનિટ સુધી બંધ રહ્યો હતો. ઓક્સિજન ડિપાર્ટમેન્ટ દ્વારા ખૂબ ઝડપથી કામગીરી કરવામાં આવી હતી. જેથી કોઈ મોટી દુર્ઘટના થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details