- ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ઓક્સિજન બેન્કનો પ્રારંભ
- 101 ઓક્સિજન કોન્સ્ટ્રેટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું
- ડભોઇ સહિત બાહધરપુર અને સંખેડા તાલુકાના ગ્રામજનો લાભ મળશે
વડોદરા: જિલ્લાના ડભોઇ સહિત બાહધરપુર અને સંખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જનતા માટે વિદેશમાં વસતા ભારતીયો સંચાલિત સંસ્થા શ્રી ભક્તિ નિધિ ઇન્કોર્પોરેશન ન્યુજર્સી અમેરિકા દ્વારા કોરોના મહામારીની આગામી ત્રીજી લહેરને પહોંચી વળવા અને ઑક્સીજનની અછત પૂરી કરવા માટે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઑક્સિજન બેન્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 101 જેટલા ઑક્સીજન કોન્સ્ટ્રેટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.