- કરજણમાં APMC ખાતે ખેડૂતોના કપાસ ખરીદી ન કરતા રોષ
- ખેડૂતોએ ઉગ્ર સુત્રોચાર કરી તંત્ર સામે કર્યો વિરોધ
- કપાસમાં ભેજ વધારે હોવાથી રિજેક્ટ કપાસ કરાયો
વડોદરાઃ કરજણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સરકાર દ્વારા ખેડૂતોના કપાસની ચાલી રહેલી ખરીદી દરમિયાન અનેક ખેડૂતોના કપાસ રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.
ખેડૂતોમાં રોષ
કરજણ APMC ખાતે ખેડૂતોનો મહામુલો પાક કપાસની ખરીદી ન કરાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતો દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, કપાસની ગાડી અડધી ખાલી કરી પછી એમ કહેવામાં આવે છે કે, તમારા કપાસમાં ભેજ હોવાથી કપાસ લેવામાં નઈ આવે. જ્યારે CCI ના વહીવટ કર્તાઓ દ્વારા ભેજ વધારે પ્રમાણમાં હોવાથી કપાસ રિજેક્ટ કરવામાં આવે છે. તો CCI નિયમ પ્રમાણે કપાસમાં 8 થી 12 ટકાના ભેજ હોય તો તે પ્રમાણે પણ કપાસની ખરીદી કરવામાં આવે છે. ખેડૂતો માટે ટ્રાન્સપોર્ટેશન તેમજ કપાસની ખેતીનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
કરજણ APMC દ્વારા કપાસ રિજેક્ટ કરતાં ખેડૂતોમાં રોષ, તંત્ર સામે કર્યો વિરોધ ખેડૂતોને કપાસ કરાયો રિજેક્ટ
કરજણ ખાતે છેલ્લા પંદર દિવસથી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ક્વિન્ટલ દિઠ રૂપિયા 5,750 ના ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. CCIના આ સેન્ટરમાં કપાસ જમા કરાવવા માટે વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ખેડૂતો ટ્રેકટર તેમજ ટેમ્પામાં કપાસ ભરીને આવ્યા હતા. પરંતુ કોટન કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ દ્વારા કપાસમાં ભેજ તેમજ ગુણવત્તાના કારણ આગળ ધરીને કપાસ રિજેક્ટ કરવ્યો હતો. દૂરથી આવતા ખેડૂતો માટે ટ્રાન્સપોર્ટેશન તેમજ કપાસની ખેતીનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે ખરીદીના કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં એકત્રીત થયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી તેમને કરવામાં આવતી હેરાનગતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો.