ગુજરાત

gujarat

ETV Bharat / state

મ્યુકોરમાઇકોસિસનો કહેર - 247 દર્દીઓ સારવાર હેઠળ, 17 દર્દીઓના મોત

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, રવિવારના રોજ 11 દર્દીઓને સયાજી હોસ્પિટલમાં અને 6 દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 240 મ્યુકોરમાઇકોસિસના કેસ નોંધાયા છે, જેમાંથી 17 દર્દીઓના મોત થયા છે.

મ્યુકોરમાઇકોસિસનો કહેર
મ્યુકોરમાઇકોસિસનો કહેર

By

Published : May 24, 2021, 5:40 PM IST

  • વડોદરા શહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો
  • મ્યુકોરમાઇકોસિસના 247 દર્દીઓ સારવાર હેઠળ
  • અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસના 17 દર્દીઓના મોત

વડોદરા : એક બાજુ કોરાનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે, ત્યારે મ્યુકોરમાઇકોસિસના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એક બાજુ નાગરિકો કોરોનાથી ડરી ગયા છે, ત્યારે બીજો મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થતા વડોદરા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. મ્યુકોરમાઇકોસિસના કેસમાં 12 મે થી દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો રહ્યો છે. અત્યાર સુધીમાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં 247 દર્દીઓ નોંધાયા છે, તેમજ 17 દર્દીઓના મોત નોંધાયા છે.

મ્યુકોરમાઇકોસિસનો કહેર - 247 દર્દીઓ સારવાર હેઠળ, 17 દર્દીઓના મોત

આ પણ વાંચો -વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના વધુ 19 દર્દીઓ સાથે કુલ આંક 163 પર પહોંચ્યો

કુલ 35 દર્દીઓની બાયોપ્સી આવી

SSG હોસ્પિટલ મ્યુકોરમાઇકોસિસનો અલગ વૉર્ડ બનાવામાં આવ્યો છે. જેમાં 11 દર્દીઓને રવિવારના રોજ દાખલ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધી કુલ આંક 185 પર પહોંચ્યો છે. ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 6 દર્દીઓ નોંધાયા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ દર્દીનો આંક 67 પર પહોંચ્યો છે. દિવસ દરમિયાન 35 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. આ ઉપરાંત 30 દર્દીઓને લોકલ એનેસ્થેસિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. રવિવારના રોજ મ્યુકોરમાઇકોસિસના કારણે એકપણ દર્દીનું મોત થયું ન હતું.

247 દર્દીઓ સારવાર હેઠળ, 17 દર્દીઓના મોત

આ પણ વાંચો -વડોદરામાં મ્યુકરમાઈકોસિસના વધુ 7 દર્દીઓ નોંધાયા, કુલ આંક 103 પર પહોંચ્યો, 5 દર્દીઓના મોત થયા

ABOUT THE AUTHOR

...view details