- બેઠક બાદ મ્યુનિસિપલ કમિશ્નર પી. સ્વરૂપનું મોટું નિવેદન
- છેલ્લા 10 દિવસમાં શહેરની પરિસ્થિતિ વણસી
- હાલ 474 મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ કાર્યરત
- વધુ 450 મેડિકલ-પેરામેડીકલ સ્ટાફનો કરાશે સમાવેશ
વડોદરા: શહેરમાં કોરોનાએ ફરી માથું ઉંચકતા સત્તાધીશો દોડતા થયા હતા, ત્યારે સોમવારે કોરોના પેશન્ટનો વધારો થતાં જ એક્શનમાં આવેલા ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવે એક તાકીદની બેઠક બોલાવી મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપ અને મુખ્ય આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલનાં અધ્યક્ષ સ્થાને પાલિકાના કોન્ફરન્સ હોલમાં એક બેઠક મળી હતી.
OSD વિનોદ રાવની બેઠક યોજાઈ આ પણ વાંચો:દાહોદમાં કોરોના સંક્રમણની સ્થિતિનો ક્યાસ કાઢતા OSD વિનોદ રાવ
નર્સિંગની તાલીમ લઇ રહેલા વિદ્યાર્થીઓની લેવામાં આવશે મદદ
કોરોનાના વધતા સંક્રમનને લઈને મહાનગરપાલિકાની વહીવટી તંત્ર સતર્ક થયું છે અને વધારે બેડની વ્યવસ્થાની સાથે નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારે યોજવામાં આવેલી ઓનલાઇન બેઠકમાં OSD ડો.વિનોદ રાવ જોડાયા હતાં.મ્યુનિસિપલ કમિશ્નર પી. સ્વરૂપ સહિત આરોગ્ય અધિકારી ડૉ.દેવેશ પટેલે કોરોનાની પરિસ્થિતીમાં નર્સિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓને વાકેફ કર્યા હતા. વડોદરા શહેરમાં 12 જેટલી તમામ નર્સિંગ કૉલેજ અને પેરા મેડિકલ કૉલેજના આચાર્યો અને સંચાલકો બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની સાથે કોરોનાના વધતા દર્દીઓને કારણે ઉદભવેલી પરિસ્થિતીની સમીક્ષા કરવામાં આવી હતી. તેમને તાકીદ કરવામાં આવી છે કે, જ્યારે પણ જરૂર પડશે જ્યારે નર્સિંગની તાલીમ લઇ રહેલા વિદ્યાર્થીઓને કોરોનાની સારવાર માટે ફરજ પર હાજર રહેવું પડશે. હાલ કોરોનાનાં દર્દીઓની સારવારમાં 478 જેટલો નર્સિંગ સ્ટાફ જોડાયેલો છે. તેવી જ રીતે હજુ બીજા 450 જેટલા નર્સિંગ સ્ટાફને તૈયાર રાખવામાં આવ્યો છે. જેમ જેમ જરૂર પડે તેમ તેમનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો:મુખ્ય પ્રધાન રૂપાણીએ વડોદરામાં વધતા કોરોના સંક્રમણની સમીક્ષા કરી