- ઇસ્કોન મંદિર દ્વારા 40મી રથયાત્રા મહોત્સવનું પરંપરાગત રીતે આયોજન
- મેયર દ્વારા થયાત્રાના માર્ગને પરંપરાગત રીતે સુવર્ણ સાવર્ણીથી સ્વચ કરીને પ્રસ્થાન થશે
- રથયાત્રાની સવારે 9 વાગે શરૂઆત થશે અને 11 વાગે સમાપ્ત થશે
વડોદરા : શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા અષાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર (Iskcon Mandir) દ્વારા ભગવાન શ્રી જગન્નાથ (Bhagwan Jagannath)ની 40મી રથયાત્રા મહોત્સવનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવવાનું છે. વર્ષોથી ચાલતા રથયાત્રાની શરુઆત વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયા તથા અન્ય મહેમાનો વરદહસ્તે ભગવાન શ્રી જગન્નાથ (Bhagwan Jagannath) રથયાત્રાના માર્ગને પરંપરાગત રીતે સુવર્ણ સાવર્ણીથી સ્વચ કરીને વડોદરા રેલ્વે સ્ટેશનથી ભગવાન શ્રી જગન્નાથ, બલદેવ, સુભદ્રાના રથનું પ્રસ્થાન બપોરના બદલે સવારે 9 કલાકે થશે.
ભગવાન શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રાની આરતી કરીને રથયાત્રાનું સમાપન કરાશે
આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર શ્રી ગૃહવિભાગના રથયાત્રા અંગે માર્ગદર્શનને ચુસ્તપણે પાલન કરીને સ્થાનિક પ્રશાનના સહયોગથી પરંપરાગત માર્ગથી પસાર થઈને ભક્તોને દર્શન આપી, બગીખાના બરોડા હાઈસ્કૂલ પાસે ભગવાન શ્રી જગન્નાથ (Bhagwan Jagannath)બલદેવ સુભદ્રાની આરતી કરીને રથયાત્રાનું સમાપન કરવામાં આવશે. રથયાત્રાની સવારે 9 વાગે શરૂઆત થશે અને 11 વાગે સમાપ્ત થશે. જે તે લાગતા પોલીસ સ્ટેશનની હદમાં કરફ્યુ લાદવામાં આવશે.