- વડોદરામાં ગણેશોત્સવ ઉજવવા આયોજકો મક્કમ
- 200થી વધારે ગણેશ મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો
- જો રાજકીય પાર્ટીની રેલી કાઢી શકે, તો ગણેશજીની શોભાયાત્રા કેમ નહીં
વડોદરા: શહેરમાં DJ સાથે રંગે ચંગે ગણેશ ઉત્સવની ઉજવણી કરવા માટે વડોદરાના આયોજકો મક્કમ છે. ગણેશ મંડળોના સંગઠનનું કહેવું છે કે, જો રાજકીય પાર્ટીની રેલી કાઢી શકે, તો ગણેશજીની શોભાયાત્રા કેમ નહીં ? ટીમ રિવોલ્યુલેશનની આગેવાનીમાં શહેરના 200થી વધારે ગણેશ મંડળની બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે, તમામ ગણેશ મંડળનું એક મજબૂત સંગઠન બનાવવામાં આવશે.
વડોદરામાં ગણેશોત્સવ ઉજવવા આયોજકો મક્કમ, ગણેશ મંડળની યોજાઇ બેઠક આ પણ વાંચો:જામનગરના પ્રખ્યાત દગડુ શેઠ ગણપતિનું ઘરમાં જ વિસર્જન કરાયું
ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓ
શહેરના તમામ નાના-મોટા તમામ ગણેશ મંડળો એક મોટા બેનર હેઠળ આવશે. આ સંગઠનમાં કોઇ પણ રાજકીય પાર્ટીના સભ્ય કે, હોદ્દેદારોને સ્થાન નહીં મળે, તેવો પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કોરોના મહામારીને પગલે ગત વરસે ગણેશોત્સવની રાજયભરમાં ઉજવણી થઇ શકી ન હતી પરંતુ, આ વર્ષે કોરોના મહામારીમાં આંશિક રાહત મળતા ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓ આરંભી કરવામાં આવ્યો છે. પરંતુ, ગણેશોત્સવને લઇને સરકારે કેટલીક ગાઇડલાઇન્સ બહાર પાડી છે. જેનો અમલ કરવો અનિવાર્ય રહેશે.
આ પણ વાંચો:Ganeshotsav 2021 : 10 સપ્ટેમ્બરથી લાલબાગના રાજાનો દરબાર શણગારવામાં આવશે
ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાની માગ
વડોદરાના ગણેશોત્સવના આયોજકો આ વરસે ધામધૂમથી ઉજવણી કરવા ઇચ્છે છે. આયોજકોનું કહેવું છે કે, રાજકીય નેતાઓ મોટામોટા મેળાવડા યોજી શકે છે. તો અમે કેમ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી ન કરી શકીએ. નોંધનીય છે કે કોરોનાની પહેલી લહેર બાદ અને બીજી લહેર બાદ છાશવારે રાજકીય નેતાઓએ અનેક કાર્યક્રમોમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાડયા છે, ત્યારે ગણેશ આયોજકો નેતાઓના રાજકીય મેળાવડાને લઇને સવાલો ઉઠાવી રહ્યાં છે. ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાની માગ કરી રહ્યાં છે.