ગુજરાત

gujarat

ETV Bharat / state

કૃષિ બીલનો વિરોધઃ વડોદરા ગાંધીનગર ગૃહ ખાતે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના આગેવાનો દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલા કૃષિ બીલના વિરોધમાં ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. ત્યારે આ કિસાન આંદોલનને વડોદરાના ખેડૂતોએ સમર્થન આપી ગાંધીનગર ગૃહ ખાતે પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો.

vadodra news
vadodra news

By

Published : Dec 6, 2020, 5:01 PM IST

  • કૃષિ બીલને લઈ ખેડૂતોએ આંદોલનને વેગવંતું બનાવ્યું
  • કિસાન આંદોલનને વડોદરાના ખેડૂતોએ આપ્યું સમર્થન
  • એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા ગાંધીનગરગૃહ બહાર પ્રતીક ઉપવાસ કર્યા
    કૃષિ બીલનો વિરોધ


વડોદરાઃ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવવામાં આવેલા કૃષિબીલના વિરોધમાં ખેડૂતો આંદોલન પર ઉતર્યા છે. ત્યારે આ કિસાન આંદોલનને વડોદરાના ખેડૂતોએ સમર્થન આપ્યું હતું. ગાંધીનગર ગૃહ ખાતે પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો.

ખેડૂતોએ ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ કર્યો


કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના આગેવાન હસમુખ ભટ્ટની આગેવાનીમાં ખેડૂતોએ ગાંધીનગર ગૃહની બહાર મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે પ્રતિક ઉપવાસ કરી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ખેડૂતોને સમર્થન આપી ખેડૂતોના હિતમાં કાયદા લાવવાની માગ કરી હતી.

ખેડૂતોના હિતમાં કાયદો લાવવાની માગણી કરી


એકતા ગ્રામીણ વિચાર મંચના આગેવાન હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે જે પ્રકારે ભારત ભરમાં ખેડૂતો દ્વારા આંદોલન થઇ રહ્યા છે. તેની કડી સ્વરૂપ વડોદરામાં સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે અને ઘરણા કર્યા છે. આગામી દિવસોમાં કિસાન સંઘ દ્વારા આપવામાં આવેલા ભારત બંધ એલાનને ખેડૂતોની સંલગ્ન સંસ્થાઓ સહકાર આપે તેવી અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details