વડોદરા સ્થાનિક અસરગ્રસ્તોને કેશડોલ્સ નહીં મળતા વિરોધ - પુતળા દહન
વડોદરા: શહેરમાં હાલમાં આવેલ વરસાદી હોનારત બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની ઘરવખરી અને જીવન ઘણું પ્રભાવિત થયું હતું અને ઘરની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા અને અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા કેશડોલ્સની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ શહેરના ઘણા વિસ્તારોમાં કેશડોલ્સનો કકળાટ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં સ્થાનિકોને આ વિસ્તારમાં રહેતા 200થી વધુ પરિવારને કેશડોલ ન મળતા રસ્તાપર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો.વરસાદી હોનારત બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની ઘરવખરી અને જીવન ઘણું પ્રભાવિત થયું હતું આવી સ્થિતિને પહોંચી વળવા અને અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા કેશડોલ્સની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ શહેરના ઘણા વિસ્તારોમાં કેશડોલ્સનો કકળાટ જોવા મળ્યો હતો ત્યારે શહેરના નવાયાર્ડ વિસ્તારમાં શનિવારના રોજ સ્થાનિકોને અંદાજે આ વિસ્તારમાં રહેતા 200થી વધુ પરિવારને કેશડોલ નમળતા રસ્તાપર ઉતરી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીનું પુતળા દહન કર્યુ હતું..અને રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી વિરોધ દર્શાવ્યો હતો.