અમદાવાદથી રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેજસ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. જો કે, આ સમયે રેલવે સ્ટેશન ખાતે યુનિયન સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ મંજૂરી ના હોવાના કારણે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.
રેલવેના ખાનગીકરણ સામે વડોદરામાં રેલવે યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન
વડોદરા : દેશમાં રેલવેના ખાનગીકરણને લઈને છેલ્લાં કેટલાક સમયથી રેલવેના વિવિધ યુનિયનો અને સંગઠનો રેલેવના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે યુનિયન સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ મંજૂરી ન હોવાના કારણે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરવામાં આવી હતી.
વડોદરા
જો કે, વડોદરા ખાતે પણ રેલવે પ્લેટફોર્મ પર તેજસ ટ્રેન અને રેલવેના ખાનગી કરણનો વિરોધ કરી રહેલા રેલવે યુનિયનો દ્વારા રેલવે વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવતા રેલવે પોલીસે વિરોધ કરી રહેલા યુનિયન આગેવાનો અને કર્મચારીઓની અટકાયત કરી હતી. જો કે, છેલ્લા કેટલાક સમયથી રેલવેના વિવિધ સંગઠનો અને યુનિયનો રેલવેના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે.