વડોદરા મહાનગરપાલિકામાં તાજેતરમાં જ ઉડેરા,અંકોડિયા,વેમાલી,બીલ,સેવાસી,કરોડીયા,ભાયલી સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવતા સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્રારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ નવલખી ગ્રાઉન્ડ ખાતેથી ટ્રેકટરો સહિત વિશાળ રેલી કાઢી હતી તેમજ ક્લેક્ટર કચેરી જઈને તમામ ગામોનો કોર્પોરેશનમાં સમાવેશ કરવાનો વિરોધ કરતું આવેદન પત્ર ક્લેક્ટર શાલીની અગ્રવાલને આપી ઉગ્ર રજૂઆત કરી હતી.
મનપાની હદમાં સમાવેશ કરવામાં આવનાર ગામોના સરપંચો તેમજ ગ્રામજનો દ્વારા વિરોધ - Vadodara latest news
વડોદરા : મહાનગર પાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવનાર ગામોનો સરપંચો તેમજ ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવલખી ગ્રાઉન્ડ ખાતેથી ટ્રેકટર રેલી કાઢી ક્લેક્ટર કચેરી જઈને આવેદન પત્ર આપ્યું હતું.

etv bharat
મનપાની હદમાં સમાવેશ કરવામાં આવનાર ગામોનો સરપંચો તેમજ ગ્રામજનો દ્વારા વિરોધ
આ રેલીમાં ગામના અગ્રણીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ટ્રેક્ટર રેલી સાથે જોડાયા હતા. અને એક સુરે વડોદરા મહાનગર પાલિકામાં તેમના ગામોનો સમાવેશ કરવાનો વિરોધ નોંધાવ્યો હતો.