- સજા નહીં પણ સુધારણા કેન્દ્રના અભિગમ સાથે વડોદરાના દંતેશ્વરમાં ઓપન જેલનો આરંભ
- જેલ મહાનિર્દેશકે ઓપન જેલનું વિધિવત લોકાર્પણ કર્યું
- કેદીઓમાં ખુશીનો માહોલ
વડોદરા :મંગળવારે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં સજા નહીં પરંતુ સુધારણા કેન્દ્રના અભિગમ અને સ્કેલ ડેવલોપમેન્ટના અભિગમ સાથે ઓપન જેલનો વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેલમાં ગૌશાળાનો પણ પ્રારંભ કરાવ્યો
જેલ શબ્દ કાન પર આવતા જ આંખોની સામે જેલના સળિયા અને સળિયાની પાછળ સફેદ કપડામાં કેદીઓ નજરે પડે છે.સળિયા વગર જેલ હોવી તે વિતેલા વર્ષોમાં શક્ય ન હતું. જ્યારે આ વડોદરામાં જ શક્ય બન્યું છે. મંગળવારે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં સજા નહીં પરંતુ સુધારણા કેન્દ્રના અભિગમથી અને સ્કિલ ડેવલપમેન્ટના અભિગમ સાથે દંતેશ્વર ઓપન જેલનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેદીઓ ખેતી પશુપાલન તેમજ પેટ્રોલ ફીલિંગનું કામ કરશે
આ પ્રસંગે જેલ મહાનિર્દેશક ડૉ.કે.એલએન.રાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઓપન જેલમાં ગૌશાળાનું પણ લોકાર્પણ કર્યું હતું. મંગળવારે વિધિવત રીતે લોકાર્પણ કરાયેલા જેલમાં 60 કેદીઓની ક્ષમતા છે.જે કેદીઓ દ્વારા દિવસ દરમિયાન ખેતી પશુપાલન તેમજ જેલની બહાર આવેલા પેટ્રોલ પંપ ઉપર દિવસ દરમિયાન પેટ્રોલ ફીલિંગનું કામ કરે છે. ઓપન જેલની વિશેષતા અંગે જેલ મહાનિર્દેશક વધુ માહિતી આપી હતી.
વડોદરાના દંતેશ્વરમાં ઓપન જેલનો શુભારંભ કરાયો
વડોદરામાં નવા અભિગમ સાથે દંતેશ્વરમાં ઓપન જેલની શરૂઆત કરવામાં આવી છે. જ્યા કેદીઓ ખેતી પશુપાલન તેમજ પેટ્રોલ ફીલિંગનું કામ કરશે .સુધારણા કેન્દ્રના અભિગમ અને સ્કેલ ડેવલોપમેન્ટના અભિગમ સાથે ઓપન જેલનો વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઓપન જેલ