ગુજરાત

gujarat

By

Published : May 6, 2021, 12:05 PM IST

ETV Bharat / state

સાવલીમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન

વડોદરાના સાવલીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી ધારાસભ્ય કેતન ઈનામદારે એક બેઠક યોજી હતી, જેમાં એક અઠવાડિયા સુધીનું સ્વૈચ્છિક લૉકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી લોકોને જાણ કરવામાં આવી હતી.

સાવલીમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન
સાવલીમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન

  • વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત
  • સાવલીમાં કોરોનાના કેસ વધતા ધારાસભ્યએ યોજી બેઠક
  • સાવલીમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય કરાયો

વડોદરાઃ સાવલી-ડેસર તાલુકામાં કોરોનાના કેસોની સંખ્યા વધતા સાવલી ધારાસભ્યની અધ્યક્ષતામાં સાવલી તાલુકા સેવાસદનમાં વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી, જેમાં એક અઠવાડિયા માટે સાવલી નગરપાલિકા વિસ્તારમાં સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સાવલીમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય કરાયો
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લાના વિવિધ ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન કરાયું જાહેર
સાવલીમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય કરાયો

દૂધ અને મેડિકલ સ્ટોર સિવાયની તમામ દુકાનો બંધ રાખવા અપીલ કરવામાં આવી

જિલ્લામાં દરરોજ નવા નવા ગામો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે સાવલી તાલુકામાં પણ કોરોનાના કેસો વધતાં ધારાસભ્ય કેતન ઈનામદારની અધ્યક્ષતામાં તાકીદની બેઠક મળી હતી, જેમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એક અઠવાડિયા સુધી લૉકડાઉનનો નિર્ણય લીધો હતો. જ્યારે દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રાખી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી પબ્લિક એનાઉન્સમેન્ટ દ્વારા લોકોને લૉકડાઉન અંગેની જાણ કરવામાં આવી હતી. આ સાથે ધારાસભ્યએ કોવિડ હોસ્પિટલમાં મુલાકાત કરી કોરોના દર્દીઓની ચાલતી સારવાર અંગે આરોગ્ય વિભાગના ડોક્ટર્સ સાથે પણ ચર્ચા કરી હતી.

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત

આ પણ વાંચોઃવિરમગામની બજારો સ્વયંભૂ લોકડાઉન કરવાનો વેપારીઓનો નિર્ણય

ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી

સાવલી તાલુકા સેવા સદનમાં ધારાસભ્યએ વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પ્રાન્ત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક, સાવલી, ડેસર, ભાદરવા સહિતના પોલીસમથકના અધિકારીઓ અને નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તાલુકાના સેન્ટરો, મોટા ગામોમાં લોકોના ટોળા ભેગા ન થાય તેમજ લગ્ન સહિતના સામાજિક પ્રસંગોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details