વડોદરા: શહેરના નાગરવાડાના પટેલ ફળિયામાં રહેતા 54 વર્ષીય વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરામાં 54 વર્ષીય વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એક્શન મોડમાં... - કોવિડ 19
વડોદરા શહેરના નાગરવાડાના 54 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તંત્ર દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના સ્ક્રિનિંગની કરવામાં આવ્યા હતા.
54 વર્ષીય વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ગતરોજ મોડી રાત્રીએ આરોગ્ય વિભાગે દર્દીના સંપર્કમાં આવેલા 50 જેટલા લોકોના માસ સેમ્પલિંગ કરવાની કામગીરી હાથધરી હતી.
આરોગ્ય વિભાગ અને શહેર પોલીસ વિભાગ દ્વારા સયુંકત રીતે વ્યક્તિના સંપર્કમાં આવેલા બરોડા ઓટો મોબાઈલ પાસેના ફૂટપાથ પર રહેતા શ્રમજીવીઓને પણ માસ સેમ્પલિંગ માટે એસ.એસ.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.