વડોદરા: શહેરના કરજણ નગરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેને કારણે તંત્ર દોડતું થયું છે. કરજણનાં નગરજનોની ચિંતામાં વધારો થયો છે.
વડોદરા કરજણ નગરમાં કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો, તંત્ર દોડતું થયું - વડોદરા કરજણનગર ન્યૂઝ
વડોદરા શહેરના કરજણ નગરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેને કારણે તંત્ર દોડતું થયું છે. ત્યારે પોઝિટિવ કેસના કારણે કરજણનાં નગરજનોની ચિંતામાં વધારો થયો છે.
વડોદરા
વડોદરા જિલ્લાના કરજણ નગરમાં કોરોના વાઇરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય સહિતનું સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. કરજણ નગરમાં એક શાકભાજીના વેપારીના પુત્રને કોરોનાના લક્ષણો દેખાતાં પ્રથમ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ત્યાંથી વધુ સારવાર અર્થે પીપળીયા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કરજણમાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાતાં નગરજનોની ચિંતામાં વધારો થયો છે.