ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં NRI દંપતીની પ્રોપર્ટી પડાવી લેવાના કૌભાંડમાં વધુ 1ની ધરપકડ - Arrested

વડોદરા: શહેરના રેસકોર્સ વિસ્તારમાં NRI દંપતી પાસેથી બંગલો પડાવી લેવાના ષડયંત્રમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. NRI દંપતીની સહી લઇ બંગલાનો સોદો કરવા માટે તેમના નામે બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી દસ્તાવેજ કરવાના કેસમાં 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

case

By

Published : Jul 11, 2019, 7:05 PM IST

મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં 27 કરોડની કિંમતના બંગલાની પ્રોપર્ટીનો બોગસ પાવર ઓફ એટર્નીના આધારે માત્ર 1.14 કરોડમાં દસ્તાવેજ કરવાના બહાર આવેલા ષડયંત્રમાં ક્રાઇમ બ્રાન્ચે જમીન દલાલ, બિલ્ડર અને આણંદના નોટરી મુખત્યાર વોરા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં પ્રોપર્ટીના માલિક પાસે મેરેજ રજિસ્ટ્રેશનના નામે સહીઓ કરાવી બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરીને દસ્તાવેજ કરવામાં આવતો હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું.

વધુ માહિતી મુજબ આ કેસમાં પોલીસે સબ રજિસ્ટ્રાર તેમજ જમીન દલાલ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર મામલે રજિસ્ટ્રાર કચેરીની બહાર પિટિશન તૈયાર કરનાર ચિરાગ પ્રકાશભાઇ ઠક્કરની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details