ગુજરાત

gujarat

ETV Bharat / state

VCCI Expo: વીસીસીઆઇ એક્સ્પોના બીજા દિવસે અંદાજે એક લાખ લોકોએ પ્રદર્શનનો લીધો લાભ - Vadodara latest news

શહેરના નવલખી મેદાન ખાતે યોજાયેલા વીસીસીઆઈ એક્સ્પો પ્રદર્શનનો આજે બિજો દિવસ (second day of the VCCI Expo) છે. આ ઉદ્યોગ જગત લોકોનો વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ ત્રિ-દિવસીય વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક્સ્પો (Vadodara Chamber of Commerce and Industries Expo) દ્વારા ખુબજ પ્રતિભાવ પણ મળી રહ્યો છે.

VCCI Expo: વીસીસીઆઇ એક્સ્પોના બીજા દિવસે અંદાજે એક લાખ લોકોએ પ્રદર્શનનો લીધો લાભ
VCCI Expo: વીસીસીઆઇ એક્સ્પોના બીજા દિવસે અંદાજે એક લાખ લોકોએ પ્રદર્શનનો લીધો લાભ

By

Published : Jan 28, 2023, 7:55 PM IST

વડોદરા: VCCI છેલ્લા 52 વર્ષથી વડોદરા અને મધ્ય ગુજરાતના ઔધોગિક વિકાસ સાથે વણાઈ ગયેલું સંગઠન છે. જે સકારાત્મક અને રચનાત્મક અભિગમ સાથે સદસ્ય ઉદ્યોગોની તકલીફો નિવારવાની સાથે સામાજિક જવાબદારીઓ પણ વિવિધ રીતે નિભાવે છે. માત્ર શહેર કે રાજ્ય નહિ પણ દેશના ઉદ્યોગ જગતમાં VCCIએ માન ભરી નામના મેળવી છે.

આ પણ વાંચો:Kutch News : કચ્છ બોર્ડર રેન્જ આઈજીના ઘરમાં લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ઘુસી જતા નુકસાન સર્જાયું

VCCIનું મહા ઉધોગ પ્રદર્શન: ઉદ્યોગ જગતના અને શાસન પ્રશાસનના વિશ્વાસ અને સહયોગને લીધે વીસીસીઆઇ સમયાંતરે આ પ્રકારના મહા ઉદ્યોગ પ્રદર્શનો સફળ રીતે યોજી શક્યું છે. અમારા પ્રદર્શનો આ ક્ષેત્રમાં ટ્રેન્ડ સેન્ટર બન્યા છે. VCCIના પગલે રાજ્યમાં માત્ર પ્રદર્શન નહિ ઉદ્યોગ વિકાસની ચર્ચા, નિદર્શન,સંવાદના વિવિધ આયામોને એક છત્રમાં સમાવી લેતા આ પ્રકારના મહા આયોજનો એક પરંપરા બની ગયા છે.

ભારત G-20 યજમાન: વીસીસીઆઇના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને એક્સ્પોના ચેરમેન હિમાંશુ પટેલે કહ્યું કે, VCCI એક્સ્પો - 2023 ઉદ્યોગ જગતને નવા આયોજન તેની સાઈઝ, સ્કોપ અને ડ્યુરેશન એટલે કે કદ અને વ્યાપકતા, વિષય વસ્તુ અને સમયની અવધીની રીતે 2023 ની ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની એક અતિ વિશાળ ઇવેન્ટ છે. ભારત આ વર્ષે G-20નું યજમાન છે. અને એના મહેમાનો હાલમાં ગુજરાતમાં આવી રહ્યાં છે. વીસીસીઆઈ દ્વારા 9 લાખ ચો. ફુટની વિશાળ જગ્યામાં, 16 ડોમમાં 550 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જે વિકાસ સાથે સંકળાયેલા 30 જેટલા ક્ષેત્રોને આવરી લે છે.

આ પણ વાંચો:Vadodara Sarveshwar Mahadev Statue : વડોદરામાં પવન દેવે કરાવ્યા મહાદેવના દર્શન, જૂઓ કઈ રીતે

લાખોની સંખ્યામાં લોકો મુલાકાતે: VCCI EXPO દ્વારા આકર્ષિત પ્રદર્શનના બીજા દિવસે અંદાજે એક લાખ લોકોએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો. આ મુલાકાતીઓ માત્ર આનંદ પ્રમોદ માટે આવનારા દર્શકો નથી. પણ વિકાસની નવી તકોની ખોજ કરનારા સંશોધકો હોય છે એ વાતની અહી નોંધ લેવી પડે તેમ તેમણે ઉમેર્યું હતું. આ એક્સપોમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details