ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થશે મતગણતરીઃ જિલ્લા ચૂંટણી અધિકારી

વડોદરાઃ જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણી પરિણામના દિવસે કડક વ્યવસ્થા ગોઠવી હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 23 મેના રોજ મતગણતરી થવાની છે. તેના ભાગરૂપે વડોદરમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વડોદરામાં 23 મે રોજ પોલીસ બંદોબસ્તની વચ્ચે મતગણતરી થશેઃ જિલ્લા ચૂંટણી અધિકારી

By

Published : May 21, 2019, 10:45 PM IST

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌ કોઇની નજર 23 મેના રોજ થનારી મતગણતરી પર છે. જેથી વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારીએ 23 મેના રોજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી શાલીની અગ્રવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 23 મેના રોજ મતગણરી પોલીસની દેખરેખ હેઠળ થશે.

વડોદરામાં 23 મે રોજ પોલીસ બંદોબસ્તની વચ્ચે મતગણતરી થશેઃ જિલ્લા ચૂંટણી અધિકારી
શરૂઆતની મતગણતરી પોસ્ટલ બેલેટની ગણતરી થશે.ત્યારબાદ વડોદરા સંસદીય મતદાર વિભાગની 7 વિધાનસભા બેઠકોની મતગણતરી અલગ અલગ ખંડમાં ઇવીએમ કાઉન્ટીંગ થકી શરૂ કરાશે. જેની માટે પ્રત્યેક વિધાનસભા રૂમમાં કુલ 14 કાઉન્ટીંગ ટેબલ અને એક ઓરપો ટેબલની વ્યવસ્થા કરાઇ છે.આમ, પોલીસની કડક પહેરાદારી વચ્ચે અને ચોક્કસ નિયમોને ધ્યાનમાં રાખીને મતગણતરી પૂર્ણ કરવાની વ્યવસ્થા અંગે જિલ્લા અધિકારીએ જાણકારી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details