વડોદરા નર્સિંગ સ્ટાફ પડતર માંગણીઓને લઈને ઉપવાસ પર - vrd
વડોદરાઃ શહેરમાં સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારા સહિત અંદાજે 17 જેટલી માગણી સાથે પ્રતિક ઉપવાસ પર ઉતર્યો છે.
વડોદરા નર્સિંગ સ્ટાફ પડતર માંગણીઓને લઈને ઉપવાસ પર
આ પ્રતિક ઉપવાસ આંદોલનમાં વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ જોડાયો છે. આ ઉપવાસ આંદોલનમાં હોસ્પિટલની વ્યવસ્થાના ખોરવાય તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેથી દર્દીઓને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે. છેલ્લા ત્રણ મહિનાથી પોતાના પડતર પ્રશ્નોને લઇને નર્સિંગ સ્ટાફ સંઘર્ષ કરી રહ્યું હતું. ત્યારે આજે નર્સિંગ સ્ટાફ દ્વારા S.O.Gના ઇમર્જન્સી વોર્ડની બહાર પ્રતીક ઉપવાસ ઉતર્યા હતા.