પોલીટેક્નિકના વિદ્યાર્થીઓ માટે આ ઇવેન્ટ ઘણી મહત્વની છે. પોલીટેક્નિક છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ટેકક્ષેત્ર નામની રાષ્ટ્રીય ઇવેન્ટ ચાલતી આવે છે. જોકે આ વર્ષે આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જોકે આ નેશનલ લેવલની આ ઇવેન્ટમાં તોડફોડ કરવામાં આવી છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે NSUI દ્વારા પોલીટેક્નિકમાં થયેલી તોડફોડની આ ઘટનાને વખોડી કાઢી હતી.
વડોદરામાં પોલીટેકનીક ફેકલ્ટીમાં તોડફોફ મુદ્દે NSUIની ઉગ્ર રજૂઆત
વડોદરા: શહેરમાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલીટેકનિક ફેકલ્ટીમાં બે દિવસ પછી ટેક્ક્ષેત્ર નામથી ઇવેન્ટ યોજાનારી છે. નેશનલ લેવલની આ ઇવેન્ટ માટે ખાસ સ્ટ્રક્ચર વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ મહિનાથી દિવસ-રાત મહેનત કરીને તૈયાર કરી રહ્યાં છે, ત્યારે બુધવારની મોડી રાત્રે વિદ્યાર્થીઓની કામગીરીને આખરી ઓપ આપીને વિદ્યાર્થી ઘરે ગયા હતા. તે દરમિયાન અજાણ્યા લોકો ફેકલ્ટીમાં ધસી આવીને તમામ સ્ટ્રક્ચરને તોડી નાખ્યાં હતાં. જોકે આ મામલે ઇવેન્ટના આયોજકનો આક્ષેપ છે કે, આ રાજકીય પ્રેરિત તોડફોડ છે, જે રાત્રે ત્રણથી છની વચ્ચે કરવામાં આવી છે.
NSUI
ગુરૂવારના યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે સુત્રોચ્ચાર સાથે યોગ્ય પગલાંની માગ કરવામાં આવી હતી. આ સમગ્ર તોડફોડ મામલે યોગ્ય કમિટી રચીને યોગ્ય પગલાં ભરી તપાસ કરવાની માગ NSUI દ્વારા કરવામાં આવી હતી. જોકે આ મામલે NSUI દ્વારા VCને રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે VC દ્વારા કડક પગલાંની લેવાની બાંહેધરી આપી હતી.