- વડોદરાની જનતા હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં જમવાનો આનંદ ઉઠાવી શકશે
- 102 વ્યક્તિ એક સાથે બેસી ભોજનનો સ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા
- હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં વિવિધ ફુડની મસ્ત મજા માણી શકાશે
વડોદરાઃ હવે વડોદરા(Vadodara) તેમજ વડોદરાની આસપાસની જનતા હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ(Highfly Aircraft Restaurant)માં જમવાનો આનંદ ઉઠાવી શકશે. એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર તમામ જે એરક્રાફ્ટમાં સુવિધાઓ હોય છે તેવી સુવિધાઓ આપવામાં આવેલ છે. 102 વ્યક્તિ એક સાથે બેસી ભોજનના સ્વાદનો આહ્લાદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં પંજાબી, ચાઈનીઝ, કોન્ટીનેન્ટલ, ઈટાલીયન, મેક્સીકન તેમજ થાઈ ફુડ(Vadodara Food)ની પણ મજા પરિવાર સાથે માણી શકાય તેવી સુવીધા છે, હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ હાઇવે બાયપાસ રોડ પર આવેલ હોવાને છે. આ રેસ્ટોરન્ટ મોડી રઢિયાળી રાત્રી સુધી ભોજનના સ્વાદ(taste of food Vadodara)નો ઉલ્લાસ લઈ શકો છો.
હાઈફ્લાય એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ વિશે...
રેસ્ટોરન્ટ બનાવવામાં ઘણો સમય લાગ્યો છે. આ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ અચાનક જ કોરોના મહામારી આવવાના કારણે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ઘણો સમય વિતી ગયો હતો, જેને કારણે તેનો શુભારંભ કરવામાં વિલંબ થયો હતો. આ એરક્રાફ્ટની મશીનરી ચેન્નાઈની એક એવીએશન કંપની પાસેથી એરક્રાફ્ટની બોડી ખરીદી હતી અને તેનું સંપૂર્ણ ઈન્ટીરીયર બોડીને વડોદરા ખાતે લઈ આવ્યા બાદ કરવામાં આવ્યું હતું. ઉપરાંત એરક્રાફ્ટ રેસ્ટોરન્ટને ઓરીજનલ એરક્રાફ્ટનું ફીલ આવે એવું બનાવવામાં આવ્યું છે. જેથી જે પણ પરિવાર એરક્રાફ્ટ રેસ્ટોરન્ટની અંદર જમવા આવે તો તેમને એરક્રાફ્ટની અંદર તેઓ જમ્યા છે એવું ફીલ થાય એ રીતનું બનાવવામાં આવ્યું છે.