ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન જોખમી 200થી વધુ જર્જરિત મકાનને નોટિસ ફટકારી - Notice

વડોદરાઃ શહેરનાં વિવિઘ ઝોનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં વર્ષો જૂની અને જર્જરિત બનેલી બિલ્ડીંગ કે જેમાં રહેવું કે ત્યાંથી પસાર થવું પણ જોખમ છે, તેવી 200થી વધુ બિલ્ડિંગને નોટિસ આપી છે.

dcgfd

By

Published : Jun 28, 2019, 3:03 PM IST

મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં ખાસ કરીને ચોમાસામાં ભારે વરસાદ અને વાવાજોડા સમયે વર્ષો જૂની જર્જરિત બિલ્ડિંગો અને તેના હિસ્સા તૂટી પડવાના બનાવો બને છે. ત્યારે આવા બનાવો ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. તો શહેરના વિવિધ ઝોનમાં 200થી વધુ બિલ્ડિંગો કે જે જર્જરિત બની છે. જેને આપેલી નોટિસોની યાદી કોર્પોરેશનની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરાઇ છે. તો કોર્પોરેશન એ જર્જરિત મકાનોમાં જયાં વધુ જોખમ જણાતું હોય ત્યાં રિપેરિંગ કરાવવા તેમજ મકાન ખૂબ જ જર્જરિત હોય તો તેને નીચે ઉતારી લે છે. ઉલ્લ્ખનીય છે કે શહેરમાં 25 જેટલા જોખમી મકાનો નીચે ઉતારી લેવાયા છે.

ABOUT THE AUTHOR

...view details