વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડાયરાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં વી.પી.કક્ષા, પટેલ,યુ.જી,એસ રાકેશ પંજાબી ,સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને દેવયાત ખાબડના ડાયરામાં ઝૂમી ઉઠ્યા હતા.
MS યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલ "અર્પણમ્" અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં નોટોનો વરસાદ - વડોદરા સમાચાર
વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટસ યુનિયન દ્વારા યુથ ફેસ્ટિવલ "અર્પણમ્"2020નું આયોજન કરવામાં આવ્યું હતુ.જે અંતર્ગત યોજાયેલા લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો.
MS યુનિવર્સીટીમાં યુથ ફેસ્ટિવલ "અપર્ણમ" કાર્યક્રમમાં દેવયાત ખાબડના ડાયરામાં નોટોનો થયો વરસાદ
યુ.જી.એસ.રાકેશ પંજાબીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ એક થાય અને ગુજરાતી સાહિત્યની મઝા માણે એ હેતુ સાકાર થયો છે, ત્યારે આગળ પણ આવી રીતેજ વિદ્યાર્થીઓને સાથે રાખી આવા કાર્યક્રમો કરતા રહીશું અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા હાજર રહીશું, તેમ જણાવ્યુ હતું.
Last Updated : Feb 7, 2020, 2:40 PM IST