વડોદરા:વડોદરામાં વિશ્વામિત્રી પાસે નવજાત શિશુ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકોનો કબ્જો લઇને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતુ. ખસવાડી સ્મશાન રોડ પર નવજાત બાળક મળી આવતા ચકચાર મચ્યો હતો.
Vadodara news: વડોદરામાં કડકડતી ઠંડીમાં કચરામાંથી ત્યજેલું નવજાત બાળક મળી આવ્યું - કચરામાંથી ત્યજેલું નવજાત બાળક મળી આવ્યું
વડોદરામાં કડકડતી ઠંડીમાં કચરામાંથી ત્યજેલુ નવજાત બાળક મળી આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે. જો કે આ મામલે પોલીસ માવતર બનીને સામે આવી છે. ખસવાડી સ્મશાન રોડ પર નવજાત બાળક મળી આવતા ચકચાર મચ્યો હતો. હાલ બાળક તંદુરસ્ત,એસ.એસ.જીમાં ખસેડાયુગણતરીને કલાકોમાં બાળકનો પરિવાર હોસ્પિટલ દોડી આવ્યો
શું બની ઘટના?:આ ઘટનાની મળતી માહિતી મુજબ વડોદરાના કારેલીબાગ ખાસ વાડી સ્મશાન રોડ પર બીન વારસી બાળક ત્યજી દીધેલી હાલતમા મળી આવ્યું હતુ. વિશ્વામિત્રી નદીના પુલની બાજુમાં કચરાના ઢગલામાં બાળક મળી આવ્યુ હતુ પ્રાથમિક માહિતી મુજબ જો કે હોસ્પિટલમાં બાળકને મળવા માટે તેનો પરિવાર પહોંચ્યો હતો. ગણતરીની કલાકોમાં જ આ બાળકને ત્યજી દેનારા પરિવાર સામે આવ્યો હતો. તેમણે સ્વીકાર્યુ હતુ કે ભુલથી અમે બાળકને ત્યાં મૂકી દીધુ હતુ. ઘરના થોડા પ્રોબ્લેમ સાથે મળીને સમાધાન લાવીશુ અને બાળકનો ઉછેર કરીશુ. હાલ બાળકનો પરિવાર એસ.એસ.જી હોસ્પિટલમાં બાળકની સાથે જ છે. જો કે આ મામલે પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી સામે આવી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકોનો કબ્જો લઇને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચોSurat Crime સુરતમાં બાઈક ગિરવે મુકી ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનારા વ્યાજખોરની પોલીસે કરી ધરપકડ
પોલીસ માવતર બની: કારેલીબાગ પોલીસમાં ફરજ બજાવતા રેખાબેન કહારે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે વડોદરાના કારેલીબાગ ખાસ વાડી સ્મશાન રોડ પર બીન વારસી બાળક ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું છે. ખાસ વાડી બ્રિજ નજીક કચરામાં નવજાત શિશુ ફેંકી દેવામાં આવ્યા હોવાનો કોલ કારેલીબાગ પોલીસને મળતા પોલીસ દોડી આવી હતી અને નવજાત શિશુને લઈ સયાજી હોસ્પિટલ ખાતે આવી હતી. જ્યાં બાળકની હાલત સુધારા પર હોવાનું જણાયું હતુ. કોઈકે પોતાનું પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધું છે કે પછી ગુમ થયેલ બાળક છે. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે ગણતરીની કલાકોમાં જ આ બાળકને ત્યજી દેનારા પરિવાર સામે આવ્યો હતો.