ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: વડોદરામાં નશામાં ધૂત મહિલાએ પોલીસ સાથે કરેલી તકરારમાં આવ્યો નવો વળાંક - New twist in Vadodara drunk

થોડા દિવસ પહેલા સંસ્કારી નગરી વડોદરામાં નશામાં ધૂત યુવતીએ પોલીસ પર હાથ ઉપાડ્યો અને ગંદા ઈશારા કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ હવે આ કેસમાં તકરારનો નવો વળાંક આવ્યો છે. એક વેપારીને ધમકી મળતા તેણે વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

Vadodara News: વડોદરામાં નશામાં ધૂત મહિલાએ પોલીસ સાથે કરેલી તકરારમાં આવ્યો નવો વળાંક
Vadodara News: વડોદરામાં નશામાં ધૂત મહિલાએ પોલીસ સાથે કરેલી તકરારમાં આવ્યો નવો વળાંક

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 12:16 PM IST

વડોદરા: થોડા દિવસો અગાઉ મોડી રાત્રે મોના હિંગુ નામની મહિલાએ નશામાં ચૂર હાલતમાં પોલીસ સાથે તકરાર કરી હતી. જે મામલે આજે એક વેપારીને ધમકી મળી હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. નવયુવાન પેઢીમાં મહિલાઓ પણ ડ્રીંક્સના નશામાં બની ગઈ છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. ત્યાં જ પુષ્કળ પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

વેપારીને મળી ફોન ઉપર ધમકી: થોડા દિવસો અગાઉ સંસ્કારી નગરીને લાન્છન લગાવતો બનાવ સામે આવ્યો હતો. જેમાં વડોદરા ગોત્રી વિસ્તારમાં એક મહિલાએ કરેલી તકરારમાં વેપારીને ફોન પર ધમકી મળી કે, મોના હિંગુ બનાવથી તુ દુર રહેજે, તને ગમે ત્યારે ગાયબ કરી દઈશું. શહેરમાં આવા ગુનેગારો ખુલે આમ ફરી રહ્યા છે. જો આમને આમ પરિસ્થિતિ ચાલી તો શહેરની મહિલાઓ પણ સુરક્ષિત નહીં રહે.

ફરિયાદ અનુસાર: નોંધાવેલી ફરિયાદ અનુસાર તારીખ 27 ઓગસ્ટના રોજ હું મારા ઘરે હાજર હતો. ત્યારે મારા મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો. ફોન રિસીવ કરતા મારું નામ પૂછતાં મેં જણાવ્યું હતું. પછી સામેવાળાએ કહ્યું કે, મોના હિંગુ બનાવથી તુ દૂર રહેજે, જે પછી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. પછી ધમકી આપતા કહ્યું કે, તું ઘરની બહાર નિકળીશ તો, તને ગમે ત્યારે માર મારીને ગાયબ કરી નાંખીશું. આમ કહ્યા બાદ ફોન બંધ કરી દીધો હતો. આખરે આ મામલે મોબાઇલ નંબર ધારક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હવે આ સૌ નગરજનો આ કિસ્સામાં હજી કોઈ નવો વળાંક આવશે તેમ જોઈને શહેરના મિટ મળી રહ્યા છે.

  1. Vadodara News: વડોદરાની SSG હોસ્પિટલમાં હોબાળો, તબીબો હડતાળ પર ઉતર્યા!
  2. Vadodara News: કરોડોના ડીઝલ કૌભાંડમાં વધુ એકની ધરપકડ, જવાહરનગર પોલીસે વડોદરાના જાણીતા વકીલને ઝડપ્યો
  3. Vadodara City Commissioner of Police : શહેર પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે વિધિવત ચાર્જ સંભાળ્યો

ABOUT THE AUTHOR

...view details