વડોદરા શહેર અને જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ નવ સગર્ભાઓને સગર્ભાવસ્થામાં પોતાની અને ગર્ભસ્થ શિશુની કાળજી લેવા માટેની જરૂરી સમજણ આપવાના પ્રસંગ તરીકે અપનાવી છે. ત્યારે વડોદરા શહેરના સમા વિસ્તારની એકતાનગર આંગણવાડી અને જિલ્લાના પાદરા તાલુકાના પ્રમુખ સ્વામી જન્મભૂમિ ચાણસદ અને દરાપુરા ખાતે વર્લ્ડ બેંકના, યુનિસેફના અને મધ્યપ્રદેશ રાજયના પ્રતિનિધિઓએ નેશનલ ન્યુટ્રીશન મિશન, રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત દર મહિનાના દરેક મંગળવારે કરવામાં આવતી સગર્ભાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને પ્રજનન વયની મહિલાઓએ તંદુરસ્તીની કાળજી લેવાની પ્રવૃત્તિઓનું નિદર્શન નિહાળ્યું હતું.
વડોદરામાં 'રાષ્ટ્રીય પોષણ સપ્તાહ'ની ઉજવણી - nirmit dave
વડોદરાઃ જિલ્લામાં 'રાષ્ટ્રીય પોષણ સપ્તાહ'ની ઉજવણીના પ્રસંગે વર્લ્ડ બેંક યુનિસેફ અને મધ્યપ્રદેશ રાજયના પ્રતિનિધિઓએ વડોદરા શહેર અને જિલ્લાની આંગણવાડીઓમાં અમલી ગુડ પ્રેકટીસીસનું નિર્દર્શન કર્યું હતું.
આ સમગ્ર ગુજરાતમાં 52,029 આંગણવાડીઓ છે, જેમાં નોંધાયેલ 0 થી 3 વર્ષના બાળકો, સગર્ભા, ધાત્રી અને કિશોરીઓને પોષણ અભિયાન હેઠળ આવરી લેવામાં આવે છે. જોઇન્ટ ઇમ્પ્લિમેન્ટેશન સપોર્ટ મિશન અંતર્ગત કુપોષણ દૂર કરવા રાજય દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.
જેમાં વડોદરા જિલ્લામાં 1,448 આંગણવાડી કેન્દ્રો 11 ઘટકો છે, જેમાં અંદાજે 1 લાખ 4 હજારથી વધુ લાભાર્થીઓને પોષણ અભિયાન તળે આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રતિનિધિ મંડળમાં વર્લ્ડ બેંકના મધ્યપ્રદેશ, નવી દિલ્હી અને ગુજરાતના પ્રતિનિધિઓ તેમજ યુનિસેફ-મધ્યપ્રદેશના તારકેશ્વર મિશ્રા તથા એમપી-આઇસીડીએસ અને ગુજરાત આઇસીડીએસના ઉચ્ચાધિકારીઓ જોડાયા હતા.