ગુજરાત

gujarat

ETV Bharat / state

યુનિવર્સિટીના કેમ્પસમાં નમાજ પઢતા, VHPએ રામધૂન બોલાવી કર્યો વિરોધ

વડોદરાની MS યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ સામે (Vadodara MS University controversy) આવ્યો છે. યુનિવર્સિટીના કેમ્પસમાં બે વિદ્યાર્થીઓ નમાજ પઢી હતી. જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ (namaz padva in Vadodara) દ્વારા એમ.એસ.યુનિવર્સિટીમાં રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. (Vadodara Vishwa Hindu Parishad protest)

યુનિવર્સિટીના કેમ્પસમાં નમાજ પઢતા, VHPએ રામધૂન બોલાવી કર્યો વિરોધ
યુનિવર્સિટીના કેમ્પસમાં નમાજ પઢતા, VHPએ રામધૂન બોલાવી કર્યો વિરોધ

By

Published : Dec 28, 2022, 6:34 PM IST

વડોદરા નમાજ પાડવાનો મામલે VHP એ રામધૂન બોલાવી કર્યો વિરોધ

વડોદરા : MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વધુ એક વીડિયોથી વિવાદ વકર્યો છે. કોમર્સ ફેકલ્ટી ખાતે પરીક્ષા આપવા (Vadodara MS University controversy) આવેલા બે વિદ્યાર્થીએ આજે કેમ્પસમાં જ નમાજ પઢી હતી. જેને લઈને હોબાળો મચી ગયો છે, ઘટનાને પગલે યુનિવર્સિટીનો વિજિલન્સનો સ્ટાફ તેમજ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ ઘટના કોમર્સ ફેકલ્ટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ હાયર પેમેન્ટ યુનિટની પાછળના ભાગે બની હતી. બે દિવસ અગાઉ યુનિટ બિલ્ડિંગ પાસે યુવક અને યુવતી દ્વારા નમાજ પઢવામાં આવી હતી.(namaz padva in Vadodara)

આ પણ વાંચોMS યુનિવર્સિટી ફરી વિવાદમાં, કોમર્સ ફેકલ્ટીના બિલ્ડીંગમાં નમાઝ અદા કરતા 2 વિદ્યાર્થીને અટકાવાયા

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસાના પાઠમળતી માહીતી મુજબ વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી દ્વારા નમાઝ પઢવામાં આવ્યા બાદ હવે મામલો ગરમાયો છે. કારણ કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એમ.એસ.યુનિવર્સિટીમાં રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સૂત્રોચ્ચારો કરતાં કરતાં એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી. એમ.એસ.યુનિવર્સિટીના પી.આર.ઓને રજૂઆત કરી હતી કે આવી રીતે જાહેરમાં નમાજ પઢવામાં આવે છે એ અંગે કાર્યવાહી કરવામાં આવે, જેના ઉત્તરમાં PROએ પણ નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરીશું તેઓ જવાબ આપ્યો હતો. (Vadodara Vishwa Hindu Parishad protest)

આ પણ વાંચોMSUમાં 1500 વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા વિરોધ પ્રદર્શન, NSUI વિદ્યાર્થીઓની પડખે આવ્યું

વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી વિષ્ણુ પ્રજાપતિ એ જણાવ્યું કે, યુનિવર્સિટીનું વાતાવરણ દોડવા માટે આવે છે અને યુનિવર્સિટીના સત્તાધીશોએ જે નીતિ નિયમો નેવે મૂક્યા છે. એ નીતિ નિયમો જ્યાં સુધી રાજકીય અખાડવા બંધ નહીં થાય, નીતિ નિયમો પર જ્યાં સુધી કાબૂ નહીં આવે, ત્યાં સુધી આ પરિસ્થિતિ ચાલુ રહેશે. ખરેખર અમને દુઃખ થાય છે કે યુનિવર્સિટી એક આ મંદિર છે અહીંયા અમારે હિન્દુત્વના નામે બજરંગ દળ અહીંયા સુરક્ષા માટે આવવું પડે છે કે યુનિવર્સિટી માટે શરમજનક બાબત કહેવાય છે. (namaz padva Protest in MS University)

ABOUT THE AUTHOR

...view details