વડોદરા કોર્પોરેશનમાં નવા મ્યુનિસિપલ કમિશ્નર નલીન ઉપાધ્યાયે ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે ચાર્જ સંભાળ્યા બાદ મેયરની કેબિનમાં મેયર, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, તથા હોદ્દેદારો સાથે મુલાકાત કરી વડોદરા શહેર વિશે ચર્ચા વિચારણા કરી હતી.
વડોદરા કોર્પોરેશનના નવા મ્યુનિસિપલ કમિશ્નર નલીન ઉપાધ્યાયે ચાર્જ સંભાળ્યો
વડોદરા: કોર્પોરેશનમાં વિધિવત નવા મ્યુનિસિપલ કમિશ્નર નલીન ઉપાધ્યાયની નિમૂણક થયા બાદ બુધવારે નલીન ઉપાધ્યાયે કોર્પોરેશનમાં ચાર્જ સંભાળ્યો હતો.
વડોદરાના નવા કમિશ્નર તરીકે નલિન ઉપધ્યાયની નિમણૂક થયા બાદ બુધવારે વડોદરા કોર્પોરેશનમાં ચાર્જ લીધો હતો. જો કે, થોડા દિવસ પહેલા એમ.એસ.પટેલની નિમણૂક થઈ હતી. પરંતુ અચાનક નલિન ઉપાધ્યાયની નિમણૂક કરાઈ હતી. વડોદરા કોર્પોરેશનમાં તત્કાલીન મ્યુનિ કમિશ્નર અજય ભાદુની રાષ્ટ્રપતિ ભવન ખાતે બદલી થતા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ પાસે કમિશ્નરનો વધારાનો ચાર્જ હતો. જો કે, હવે વડોદરા શહેરના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નલિન ઉપાધ્યાયએ ચાર્જ સંભાળી શહેરની સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી.