વડોદરાના વલણ ગામમાં લઘુમતી સમાજના વેપારીઓએ બંધને આપ્યુ સમર્થન - Vadodara samachar
સંસદમાં પસાર કરાયેલા અને કાયદાનું રૂપ ધારણ કરેલા નાગરિકતા બીલનો વિરોધનો વંટોળ હજુ પણ શમવાનું નામ નથી લઇ રહ્યો. એક માસ ઉપરાંતનો સમય વિતી ગયો હોવા છતાં હજુ પણ નાગરિકતા બીલના વિરોધમાં દેશભરમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ઉગ્ર રોષ સાથે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે
મુસ્લિમ વેપારીઓએ ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી સખ્ત વિરોધ વ્યક્ત કર્યો
વડોદરાઃ નાગરિકતા બીલ રદ કરવાની માંગ સાથે હજુ પણ દેશભરમાં ઠેર ઠેર લઘુમતી સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શનો તથા બંધ પાળી વિરોધ વ્યક્ત કરાઇ રહ્યો છે. જે અંતર્ગત બુધવારના રોજ કરજણ અને વલણ નગર સહિત પંથકના ગામોના લઘુમતી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી ભારત બંધના એલાનમાં જોડાયા હતા.