વડોદરાઃ કોવિડ-19 કોરોનાં વાઈરસને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. જે અંગે WHO દ્વારા વિશ્વના તમામ દેશોને કોરોનાં વાઈરસથી બચવા માટેની કેટલીક ગાઈડલાઈન આપવામાં આવી છે. જે પૈકીની એક માસ્ક પહેરવાથી કોરોનાં વાઈરસથી બચી શકાય છે.
વડોદરામાં માસ્ક નહિ પહેરનારને મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાના આદેશ મુજબ દંડની જોગવાઇ - Vadodarama mask decision to wear
વડોદરામાં મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે દ્વારા આદેશ જારી કર્યો છે. માસ્ક ન પહેરનારને 1000નો દંડ બીજી વાર પકડાઈ તો 5000નો દંડ વસૂલવામા આવશે.
![વડોદરામાં માસ્ક નહિ પહેરનારને મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાના આદેશ મુજબ દંડની જોગવાઇ વડોદરામાં માસ્ક નહિ પહેરનારને મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાના આદેશ મુજબ દંડની જોગવાઇ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6768618-6-6768618-1586714510846.jpg)
જેને ધ્યાને લઈ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કોરોનાં પોઝિટિવ ધરાવતું શહેર અમદાવાદ અને ત્યાર બાદ બીજા નંબરે આવતું વડોદરા શહેરમાં પણ માસ્ક પહેરવું ફરજીયાતનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે માસ્ક ફરજીયાત પહેરવું અને જો પ્રથમ વખત માસ્ક નહીં પહેરેલાં પકડાયા તો રૂપિયા 1 હજાર,બીજી વાર પકડાયા તો રૂપિયા 5 હજારનો દંડ તેમજ દંડની રકમ ચુકવવામાં આનાકાંની કરવામાં આવશે તો ત્રણ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી હોવાનો આદેશ મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે આદેશ જારી કર્યો છે.