ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા વાસીઓને 10 કરોડનો ચૂનો ચોપડનારો મહાઠગની 15 વર્ષે ધરપકડ - Vadodara Crime News

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ (Vadodara crime branch) મહાઠગ કલરવ પટેલને 15 વર્ષે ઝડપી પાડ્યો. વડોદરા વાસીઓને કલરવ પટેલે ત્રણ માસમાં નાણાં (fraud case in Vadodara) ડબલ કરવાની લાલચે 10 કરોડ રૂપિયાની ચૂનો ચોપડી તાન્ઝાનિયા ભાગી ગયો હતો. (Kalarav Patel accused fraud case)

વડોદરા વાસીઓને 10 કરોડનો ચૂનો ચોપડનારો મહાઠગની 15 વર્ષે ધરપકડ
વડોદરા વાસીઓને 10 કરોડનો ચૂનો ચોપડનારો મહાઠગની 15 વર્ષે ધરપકડ

By

Published : Dec 28, 2022, 3:27 PM IST

વડોદરા : વડોદરા વાસીઓને વર્ષો પહેલા 10 કરોડનો ચૂનો લગાડનારો શખ્સ ઝડપાઈ ગયો છે. વડોદરા વાસીઓને ત્રણ મહિનામાં ડબલ કરવાની લાલચ આપી વર્ષ 2007માં નાગરિકો પાસેથી (fraud case in Vadodara)નાણાંનું રોકાણ કરાવી નાસી ગયો હતો. આરોપી કલરવ પટેલ રૂપિયા 10 કરોડની ઠગાઈ કરી વિદેશ ભાગી ગયો હતો. જે 15 વર્ષ બાદ રેડ કોર્નર નોટીસના આધારે પરત આવતા મુંબઈ એરપોર્ટથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દબોચી કાર્યવાહી આરંભી છે.(Vadodara crime branch)

વર્ષ 2005માં ફાઇનાન્સ કંપનીવડોદરામાં વર્ષ 2005માં કલરવ વિનોદ પટેલે (રહે. અમરાવતી સોસાયટી) અલકાપુરીના આર.સી. દત્ત રોડ પ્રિમીયર ચેમ્બરમાં વાઇઝ એડવાઇઝ નામની ફાઇનાન્સ કંપની શરૂ કરી હતી. જેમાં ત્રણ મહિનામાં રૂપિયા ડબલ કરવાની સ્કીમ બનાવી લોકોને લાખો રૂપિયાની રકમનું મૂડીરોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ કલરવ પટેલે જુલાઈ 2006માં કંપનીનું નામ બદલી સ્માર્ટ કેશ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન કરી ઓક્ટોબર 2006માં દિવાળી સ્પેશ્યલ નામની નવી સ્કીમ મુકી ત્રણ મહિનામાં રૂપિયા ડબલ ઉપરાંત 25 ટકા બોનસ આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. તેમજ રીકરીંગ સ્કીમ, પેન્શન પ્લાન, વિન્ટર પ્લાન સ્કીમમાં નાણાં રોકાણ કરનારને ત્રણ ગણા નાણા આપવાની સ્કીમ બનાવી. તે સ્કીમમાં 1500 જેટલા સભાસદો પાસેથી અંદાજે 10 કરોડ જેટલી રકમ એકત્ર કરી ફરાર થઇ ગયો હતો.(Kalarav Patel accused fraud case)

આ પણ વાંચોવીમા કંપની સાથે લાખોની ઠગાઈ આચરનાર ટોળકીના એક સાગરીતની ધરપકડ, આ રીતે આચરતા કૌભાંડ

વર્ષ 2007માં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદઆરોપી કલરવ પટેલે લોકોને રૂપિયા પરત ન કરવા પડે તે માટે 17 જાન્યુઆરી 2007ના રોજ રોકાણકારોને મેસેજ કર્યો હતો કે, પોતે પૈસા સાથે પકડાઈ ગયો છે. તેને દિલ્હી લઇ જવામાં આવી રહ્યો છે અને ગુનો ગંભીર છે. તમામ લોકો કાળજી રાખજો. આવો SMS મોકલી (lure doubling Fraud in Vadodara)કલરવ પટેલ વડોદરા છોડી ફરારથઇ ગયો હતો. જેથી આ મામલે કલરવ પટેલ સામે વર્ષ 2007માં ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. (10 crore fraud in Vadodara)

આરોપી સામે રેડ કોર્નર નોટિસવડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં કલરવ પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ તેની સામે રેડ કોર્નર નોટિસ તેમજ લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી કલરવ પટેલ તાન્ઝાનીયા દેશમાં રહેતો હોવાની બાતમી મળી હતી. જેથી તેને ભારત પરત લાવવા માટે વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કલરવ પટેલ તાન્ઝાનીયાથી વિમાનમાં ભારત આવવા માટે રવાના થયો હોવાની માહિતી મળતા આજે વહેલી સવારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ મુંબઇ એરપોર્ટ જવાના રવાના થયા હતા. મુંબઇ એરપોર્ટ ઓથોરિટીના ઇમીગ્રેશનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા હતા. (Vadodara Crime News)

આ પણ વાંચોવાત લગ્નનની ને ઈરાદો છેત્તરપિંડીનો, ગજબનું ભેજું મારીને 43 લોકોને ખંખેર્યા

આખરે ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યોછેલ્લા 15 વર્ષથી ત્રણ મહિનામાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી વડોદરાના નાગરિકોને છેતરી ફરાર થયેલો કલરવ પટેલને દબોચી લેવામાં આવ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ આરોપી કલરવ પટેલને વડોદરા લઇ આવી છે અને તેનો કોરોના રિપોર્ટ કરી આ ગુના અંગે વધુ પૂછપરછ માટે કાર્યવાહી શરૂ કરી છે. વર્ષ 2007માં ઠગાઈ બાદ ફરાર થઈ ગયેલ આરોપીની વધુ પૂછતાછ બાદ નવા ખુલાસા થઈ શકે છે. હાલતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. (Mumbai airport arrested Kalarav Patel)

ABOUT THE AUTHOR

...view details