મળતી માહિતી મુજબ યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરુ કરવા માટે સેન્ટર ફોર સ્ટાર્ટઅપ પણ બનાવવામાં આવ્યુ છે. જે અંતરર્ગત યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ દ્વારા 50થી વધુ પ્રોજેક્ટ ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં આઈડિયાથોન-2019નું આયોજન કરાયુ હતુ.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરાયેલા ઈનોવેટિવ પ્રોજેક્ટની એક કોમ્પિટિશન આગામી મે મહિનાના પહેલા સપ્તાહમાં યોજાશે.
MSUમાં વિદ્યાર્થીઓને હવે સ્ટાર્ટઅપ શરુ કરવા નાણાકીય સહાયનું આયોજન - Gujarati News
વડોદરાઃ વડોદરા એમ.એસ.યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે નાણાકીય સહાય આપવામાં આવશે. યુનિવર્સીટીની તમામ ફેકલ્ટીઓમાંથી વિદ્યાર્થીઓને નવા પ્રોજેક્ટ, આઈડિયા અને પ્રોટોટાઈપ સ્ટાર્ટ અપ સેલને મોકલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
સ્પોટ ફોટો
આ કોમ્પીટીશનમાં વિજેતા થનારા પ્રોજેક્ટસને પણ સ્ટાર્ટઅપ માટે ફંડિંગ અને નાણાકીય સહાય આપવામાં આવશે તેવું આયોજન અને વિચારણા યુનિવર્સીટીના સત્તાધિશો દ્વારા કરવામાં આવ્યું છે.