ગુજરાત

gujarat

ETV Bharat / state

Teaching Staff Employee Protest : MS યુનિવર્સિટીમાં કર્મચારીઓ લડી લેવાના મૂડમાં, 800 કર્મીઓએ બાંયો ચડાવી - Education Department

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિરોધના વાદળ છૂટા પડતા જ નથી. આ વખતે યુનિવર્સિટી મેનેજમેન્ટ કર્મચારીઓની ભરતી માટે આઉટસોર્સિંગનું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે યુનિવર્સિટીમાં કામ કરતા 800 હંગામી કર્મચારીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ભારે વિરોધ કર્યો હતો.

MSU Employee Protest : MS યુનિવર્સિટીમાં ફરી વિરોધનુ વંટોળ
MSU Employee Protest : MS યુનિવર્સિટીમાં ફરી વિરોધનુ વંટોળ

By

Published : Jun 23, 2023, 11:42 AM IST

800 હંગામી કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો

વડોદરા :વિવાદોની વિદ્યાપીઠ બનેલીમહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ડગલેને પગલે કોઈ મુદ્દે વિવાદ થઈ રહ્યા છે. આ વખતે હવે કર્મચારીઓએ પદાધિકારીઓ સામે મોરચો ખોલી દીધો છે. યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા હંગામી કર્મચારીઓને કાયમી કરવાને બદલે આઉટસોર્સિંગનું ટેન્ડર બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફરી એકવાર યુનિવર્સિટીમાં કામ કરતા 800 હંગામી કર્મચારીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો. ઉપરાંત આઉટસોર્સિંગ ટેન્ડરની પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો યુનિવર્સિટી જડબેસલાક બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કર્મચારીઓની માંગ :આ અંગે ઠાકોર સોલંકીએ જણાવ્યું હતું કે, આજે MS યુનિવર્સિટીમાં હંગામી ધોરણે કામ કરતા 800 જેટલા કર્મચારીઓ છે. આ કર્મચારીઓને 25 વર્ષથી વધુ સમય થયો હોવા છતાં યુનિવર્સિટીમાં કાયમી કરવામાં આવ્યા નથી. એટલું જ નથી તાત્કાલિક આ મહિનામાં આઉટસોર્સિંગનો નવો એક મુદ્દો ઊભો કરીને તમામ કર્મચારીઓને આઉટસોર્સિંગની મદદથી અન્ય એજન્સીને આપવા માટે પ્રયાસો કરી રહી છે. આ અંગે ટેન્ડર બહાર પાડવા માટેનું આજે ઓપનિંગ છે. તેનો આ વિરોધ છે. જેના સમર્થનમાં 800 કર્મચારીઓ, શિક્ષકો અને આખી યુનિવર્સિટીના કાયમી કર્મચારી અહીં આવી ગયા છે. જો આ યુનિવર્સિટીમાં કાળા કાયદા સમાન આઉટસોર્સિંગનો મુદ્દો રદ નહીં કરવામાં આવે તો યુનિવર્સિટી આગામી દિવસમાં જડબેસલાક બંધ કરવામાં આવશે.

આજે આ લોકો આઉટસોર્સિંગ નોન ટીચિંગ માટે લાવ્યા છે. કાલે ટીચિંગ સ્ટાફ માટે પણ લાવી શકે છે. અમારું કહેવું છે કે, આઉટસોર્સિંગ એટલે કોન્ટ્રાક્ટરો માટે ઘી-કેળા. તેઓ કોર્પોરેશનમાં ઘી કેળા ચાખી ચુક્યા છે. કર્મચારીઓની તમામ સવલતો છીનવાઈ જશે, તેઓ ગુલામ બની જશે. એટલે આવા સંગઠનો અહીં આવે જે પોતે આવા તત્વો છે, તેવાને ઘુસાડી રહ્યા છે. આ ખરેખર એક પવિત્ર શિક્ષણના ધામમાં કલંકારી નિર્ણય છે. આજે જો આ નિર્ણય લેવાશે તો આ યુનિવર્સીટી માટે કાળો દિવસ ગણાશે. -- ભરત પેટા (પ્રોફેસર, બરોડા યુનિવર્સિટી ટીચર એસોસિએશન)

આઉટસોર્સિંગ પ્રક્રિયા શરૂ : આ અંગે MS યુનિવર્સિટીના રજીસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ જણાવ્યું હતું કે, આઉટસોર્સિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે, જેના ભાગરૂપે રજુઆત કર્મચારી અને તેમના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આ મુદ્દો સિન્ડિકેટમાં મુકવામાં આવશે અને તેના ઉપર ચર્ચા પણ થશે. આ મુદ્દે સિન્ડિકેટમાં નિર્ણય કરવામાં આવશે. આઉટસોર્સિંગનું ટેન્ડર આજે ખુલ્યા નથી. મહત્વની દરેક વિગત સમયાંતરે વિવિધ યુનિયનના પ્રતિનિધિઓને જણાવવામાં આવશે.

યુનિવર્સિટી બંધ કરવાની ચીમકી : યુનિવર્સીટીમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતીના નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે. વિવિધ યુનિયન અને કર્મચારીઓએ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે હંગામો કર્યો હતો. આ અંગે યુનિવર્સિટી રજીસ્ટ્રારને આવેદન આપી તાત્કાલિક આ નિર્ણય રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જો આ પ્રક્રિયા રદ કરવામાં નહીં આવે તો યુનિવર્સિટી આગામી દિવસમાં જડબેસલાક બંધ કરવાની કર્મચારી સંગઠનોએ ચીમકી ઉચ્ચારી હતી. બરોડા યુનિવર્સિટી ટીચર એસોસિએશનના પ્રોફેસરે તો ત્યાં સુધી કહ્યું કે, જો નિર્ણય લેવામાં આવશે તો યુનિવર્સીટી માટે આજનો દિવસ કાળો દિવસ ગણાશે.

  1. Protest in Vadodara: MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, ABVPએ વિદ્યાર્થીઓના પ્રશ્નો અને પ્રોફેસર્સે પ્રમોશન મામલે કર્યો વિરોધ
  2. Vadodara News: મુંબઇથી વડોદરા 20 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ, 3 વોન્ટેડ

ABOUT THE AUTHOR

...view details