ગુજરાત

gujarat

ETV Bharat / state

MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, કોમર્સ ફેકલ્ટીના બિલ્ડીંગમાં નમાઝ અદા કરતા 2 વિદ્યાર્થીને અટકાવાયા - Vadodara Police

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં આવી છે. અહીં સંસ્કૃત મહાવિદ્યાલય બાદ હવે કૉમર્સ ફેકલ્ટીમાં (Faculty of Commerce MS University) નમાઝ પઢવાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે વિજિલન્સની (MS University vadodara in controversy for Namaz) સતર્કતાના કારણે વિદ્યાર્થીઓને અટકાવવામાં આવ્યા હતા.

MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, કોમર્સ ફેકલ્ટીના બિલ્ડીંગમાં નમાઝ અદા કરતા 2 વિદ્યાર્થીને અટકાવાયા
MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, કોમર્સ ફેકલ્ટીના બિલ્ડીંગમાં નમાઝ અદા કરતા 2 વિદ્યાર્થીને અટકાવાયા

By

Published : Dec 26, 2022, 4:19 PM IST

વિજિલન્સની સતર્કતાના કારણે વિદ્યાર્થીઓને અટકાવવામાં આવ્યા

વડોદરાવિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં (MS University vadodara) સંસ્કૃત મહાવિદ્યાલયનો નમાઝ વિવાદ સમ્યો નથી. તે પેહલા વધુ એક વિવાદ સામે આવતા ચકચાર મચી છે. એમ. એસ. યુનિવર્સિટીની કૉમર્સ ફેકલ્ટીમાં (Faculty of Commerce MS University) યુનિટ બિલ્ડિંગ પાસે 2 વિદ્યાર્થીઓએ નમાઝ (MS University vadodara in controversy for Namaz) અદા કરતા વિવાદ વકર્યો છે.

યુનિવર્સિટીની ગરિમાને ઠેસ પહોંચીઆ અંગે વિદ્યાર્થી સંગઠનોએ વિજિલન્સને જાણ કરી હતી. ત્યારે વિદ્યાર્થીઓની માગણીને લઈ વિજિલન્સની ટીમે બંને વિદ્યાર્થીઓને અટકાવ્યા હતા. તેમ જ વિદ્યાર્થીઓના આઈ કાર્ડ તપાસી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, અત્યારે પરીક્ષા હોવાના કારણે બંને વિદ્યાર્થીઓના નિવેદન પછી લેવાશે.

આ ગંભીર બાબત છેઆ અંગે વિજિલન્સ સ્ક્વોડના ચંદન રાઠોડે જણાવ્યું હતું કે, આ એક ગંભીર બાબત છે અને નમાઝ (MS University vadodara in controversy for Namaz) સામે વિરોધ નથી, પરંતુ યુનિવર્સિટીમાં આ પ્રકારે ન થાય અને તે યુનિવર્સિટીની ગરિમા (MS University vadodara) જાળવવી જોઈએ.

કોઈ ઘટના ન બને તે માટે પોલીસ પહોંચીયુનિવર્સિટી (MS University vadodara) આ અંગે પોલીસ ઈન્સપેક્ટર (Vadodara Police) રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમને હાલમાં કોઈ માહિતી નથી. અમે માત્ર કોઈ વિવાદ અને સુરક્ષાને લઈ કોઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે અહીં આવ્યા છીએ.

આ મામલાની તપાસ થવી જોઈએઆ અંગે વિદ્યાર્થી નેતાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટના અગાઉ પણ બની છે. ત્યારે આજે પણ કૉમર્સ ફેકલ્ટીના (Faculty of Commerce MS University) કેમ્પસમાં આવી ઘટના બનવી યોગ્ય નથી. આ મામલાની તપાસ (MS University vadodara in controversy for Namaz)થવી જોઈએ.

વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશેબીજી તરફ યુનિવર્સિટીના (MS University vadodara) PRO લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અહીં CCCની પરીક્ષા હોવાથી આણંદ, ગોધરા અને ભરૂચના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે. જોકે, અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી. ને હવે સંસ્કૃત મહાવિદ્યાલયમાં આ પ્રકારની ઘટના ઘટી છે. તો હાલ આવા લોકોનું કાઉન્સેલિંગ કરાશે અને વારંવાર આવી ભૂલો થશે તો યોગ્ય કાર્યવાહી કારશે તેવું જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details