વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સમાં આ બંને MOU સાઈન કરવામાં આવ્યા હતા. લંડનની બુરનલ યુનિવર્સિટીના પ્રો. રેબેકા લિંગવુડ અને પ્રો.પરેશ દાતેએ પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં બંને યુનિવર્સિટી વચ્ચે દરેક ક્ષેત્ર માટે MOU સાઈન થયા હતા. જ્યારે કિર્ગીઝ સ્ટેટ યુનિવર્સિટી ઓફ કન્સ્ટ્રક્શન, ટ્રાન્સપોર્ટ અને આર્કીટેક્ચરના ડૉ. મર્ખબત કારાગ્યુલોવા અને ડિનારા ઓમોરક્યુલોવાએ પ્રતિનિધિત્વ કર્યું હતું.
MSUએ લંડન અને કિર્ગીસ્તાનની યુનિ.સાથે MOU સાઈન કર્યા
વડોદરા MSU દ્વારા કલ્ચર, સાયન્સ, એજ્યુકેશન તેમજ વિવિધ ક્ષેત્રે બંને યુનિ.સાથે MOU સાઈન કરવામાં આવ્યા હતા. એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ લંડનની બુરનલ યુનિવર્સિટી અને કિર્ગીસ્તાનના બિશ્કેકમાં આવેલી કિર્ગીઝ સ્ટેટ યુનિવર્સિટી ઓફ કંન્સ્ટ્રક્શન, ટ્રાન્સપોર્ટ અને આર્કિટેક્ચર સાથે એમઓયુ સાઈન કર્યા છે.
વડોદરા
જેમાં કલ્ચર, સાયન્સ અને એજ્યુકેશન ક્ષેત્રે બંને યુનિવર્સિટી વચ્ચે MOU સાઈન થયા છે. આ ઉપરાંત જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન ફેકલ્ટીમાં લેક્ચર લેવા આવેલા અમેરિકાના પેન સ્ટેટ યુનિવર્સિટીના પ્રો.ડૉ. એલિઝાબેથ કેડેત્સકીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.