વડોદરાઃવડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (M.S.University Vadodara) ખાતે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) દ્વારા નિરિક્ષણની કામગીર હાથ ધરાઈ હતી. ત્રણ દિવસ યોજાયેલી આ નિરિક્ષણ પ્રક્રિયામાં એમએસ યુનિ.ની તમામ ફેકલ્ટીઓ દ્વારા પોતાની (Achievement of MS University) સિદ્ધિઓ અને કામીગીરી પ્રદર્શિત કરવામાં આવી હતી. મહિનાથી વધારે સમયમાં કરેલી તૈયારીનું ફળ એમએસ યુનિ. તંત્રને મળ્યું છે. NAACનિરીક્ષણ પ્રક્રિયાનું પરિણામ (NAAC Team Result) જાહેરા કરાયું હતું. જેમાં તેઓએ MSU ને 3.43 CGPA સાથે A+ ગ્રેડ આપ્યો છે
એમ.એસ. યુનિવર્સિટીને મળ્યો એ ગ્રેડ, સિદ્ધિમાં થયો વધુ એક ઉમેરો - MS university Professor union
વડોદરામાં આવેલી એમ.એસ. યુનિવર્સિટી સમયાંતરે એની સિદ્ધિને લઈને જાણીતી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીને (MS university Vadodara) નેક તરફથી એ ગ્રેડ એનાયત (MS university NAAC Team) કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય મુલ્યાંકન અને માન્યતા પરિષદ (MS university VC) તરફથી 3.43 CGPA સાથે એ ગ્રેડ આપવામાં આવ્યો છે.
નેક ટીમે એ ગ્રેડ આપ્યોઃ વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા NAAC ઈન્સપેક્શન માટે છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પોતાની સિદ્ધિઓ અને કામગીરીને પ્રસ્તુત કરવા માટે એમએસ યુનિવર્સિટીની તૈયારીઓ પૂર્ણ થતાં NAAC PEER ની ટીમ વડોદરા ખાતે પહોંચી હતી. જેમાં ત્રણ દિવસ સુધી NAAC PEER ની ટીમ દ્વારા યુનિ.ની તમામ ફેકલ્ટીઓનું ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું.
પરિણામ જાહેરઃ તારીખ 27 ઓગષ્ટના રોજ આ નિરીક્ષણની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે NAAC દ્વારા MSUને 3.43 CGPAસાથે A+ ગ્રેડ આપવામાં આવ્યો છે. મહત્વનુ છે કે એમએસ યુનિ.ની દરેક ફેકલ્ટીની બિલ્ડીંગના રૂફ ટોપ પર સોલર પેનલ લગાવવામાં આવ્યા છે. આ કામગીરીની NAAC એ એમએસ યુનિ.ની સ્ટ્રેન્થ ગણાવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટીમાં ચાલી રહેલા રેઈન વોટર હાર્વેસ્ટીંગ અને ફૂડ કમ્પોસ્ટીંગની પણ સરાહના કરી હતી. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ દ્વારા દર પાંચ વર્ષે યુનિવર્સિટીમાં નિરીક્ષણ કરવામાં આવે છે. આ નિરીક્ષણ દરમિયાન યુનિવર્સિટીની સિદ્ધિઓ અને કામગીરીના આધાર પર તેને ગ્રેડ આપવામાં આવે છે.