ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના તમામ તાલુકાઓમાં ખેતપાકોને થયેલા નુકસાનનો સર્વે કરવા સાંસદનો અનુરોધ - Pradhan Mantri Fasal Bima Yojana

વડોદરા જિલ્લામાં ભારે વરસાદના પગલે થયેલા નુકસાનને કારણે ઝડપી સર્વે કરવા સાંસદ રંજનબહેનને અનુરોધ કર્યા હતો અને બુધવારના રોજ વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે કલેકટર કચેરીના ધારાસભા ખંડમાં ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક મળી હતી. જેમાં શહેરી અને ગ્રામ વિસ્તારો માટેની અને વિકાસ તેમજ લોક ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓના અમલીકરણની વિગતવાર સમીક્ષા કરવાની સાથે વધુ સુચારું અમલીકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વડોદરાના તમામ તાલુકાઓમાં ખેતપાકોને થયેલા નુકસાનનો સચોટ અને ઝડપી સર્વે કરવા સાંસદ રંજનબહેનનો અનુરોધ
વડોદરાના તમામ તાલુકાઓમાં ખેતપાકોને થયેલા નુકસાનનો સચોટ અને ઝડપી સર્વે કરવા સાંસદ રંજનબહેનનો અનુરોધ

By

Published : Sep 10, 2020, 12:07 PM IST

વડોદરાઃ જિલ્લામાં તાજેતરના ભારે વરસાદથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેતપાકોને થયેલા નુકસાનનો સચોટ અને ઝડપી સર્વે કરવા સાંસદ રંજનબેનને અનુરોધ કર્યા હતો.

સાંસદ રંજનબહેનના અધ્યક્ષપદે અને છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બુવારના રોજ વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે કલેકટર કચેરીના ધારાસભાખંડમાં ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક મળી હતી. જેમાં શહેરી અને ગ્રામ વિસ્તારો માટેની અને વિકાસ તેમજ લોક ઉત્કર્ષ માટેની વિવિધ યોજનાઓના અમલીકરણની વિગતવાર સમીક્ષા કરવાની સાથે વધુ સુચારું અમલીકરણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે અમલીકરણ અધિકારીઓને અસરકારક અને પરિણામલક્ષી કામગીરીના દિશા સૂચનો કર્યા હતા.

વડોદરાના તમામ તાલુકાઓમાં ખેતપાકોને થયેલા નુકસાનનો સચોટ અને ઝડપી સર્વે કરવા સાંસદ રંજનબહેનનો અનુરોધ

આ બેઠકમાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાના અમલની ચર્ચા દરમિયાન સાંસદ તેમજ ધારાસભ્યોએ તાજેતરમાં ભારે વરસાદથી વિવિધ પાકોને થયેલા નુકશાનનો સર્વે ઝડપથી અને સચોટતા સાથે પુરો કરીને, રાજ્ય સરકારે તાજેતરમાં અમલમાં મૂકેલી મુખ્ય પ્રધાન કિસાન સહાય યોજના હેઠળ જિલ્લાના ખેડૂતોને સુચારુ લાભ મળે તેની કાળજી રાખવા સૂચના આપી હતી.


સાંસદએ જણાવ્યું કે, ભારત સરકારે અને રાજ્ય સરકારે લોક કલ્યાણની સંખ્યાબંધ યોજનાઓ અમલમાં મૂકી છે. ત્યારે આ યોજનાઓનો લાભ લેવા લાયક લાભાર્થીઓને કચેરી સુધી આવવું ન પડે અને તેમને ગામમાં જ લાભ મળી રહે એવા અભિગમ સાથે કામ કરવાનો અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં લાયક લાભાર્થીઓની અગાઉ બનાવવામાં આવેલી યાદીઓના સચોટતા સાથે નવીનીકરણનો વિગતવાર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

વડોદરાના તમામ તાલુકાઓમાં ખેતપાકોને થયેલા નુકસાનનો સચોટ અને ઝડપી સર્વે કરવા સાંસદ રંજનબહેનનો અનુરોધ


ધારાસભ્ય શૈલેષ મહેતા અને જીતુભાઈ સુખડીયાએ સ્માર્ટ સિટી આયોજનો અને ગૃહ નિર્માણ યોજનાઓના ઝડપી અમલીકરણ પર ભાર મૂક્યો હતો. સાંસદ ગીતાબેન અને ધારાસભ્ય કેતનભાઈ, જસપાલસિંહ પઢિયારે લાયક લાભાર્થીઓની સચોટ ઓળખ અધિકારીઓ કરે અને તટસ્થતા સાથે લાભ આપે તેવો અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં વડોદરા શહેરના સ્માર્ટ સિટી હેઠળના 57 પ્રોજેક્ટના અમલીકરણની પરિસ્થિતિ, પ્રધાનમંત્રી અને અન્ય આવાસ યોજનાઓનો અમલ, સમાજ સુરક્ષા વિભાગની દિવ્યાંગો સહિત નિરાધાર વૃદ્ધો, મહિલાઓ માટેની યોજનાઓ અને અમલીકરણ, રાષ્ટ્રીય ગ્રામીણ પેય જળ યોજના, જિલ્લામાં જળ સ્ત્રાવ વિકાસના આયોજનો, આરોગ્યની, બાળ વિકાસની યોજનાઓ ઇત્યાદિના અમલીકરણની સમીક્ષાની સાથે વધુ અસરકારક અને ઝડપી અમલીકરણનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

નગરપાલિકાઓની ગટર યોજનાઓને વધુ સુચારુ બનાવવા સંબંધિત પ્રાંત અધિકારીઓને નગરપાલિકાઓ અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે સંકલન કરવા જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી, જિલ્લા પંચાયત અધ્યક્ષ ઇલાબહેન ચૌહાણ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તાલુકાના અધિકારીઓ બેઠકમાં ઓનલાઇન જોડાયા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.બી.ચૌધરીએ બેઠકનું સંકલન કર્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details