ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના પર્વતારોહકોએ પર્વતો ખુંદવાની સાથે આપ્યો કંઈક અલગ સંદેશો... - Nirmit Dave

વડોદરા: હિમાલયના લગભગ 14,000 ફૂચની ઉંચાઈ ધરાવતા માઉન્ટ પાતાલસુના આરોહણ દરમિયાન થીજવતી ઠંડીમાં હિમાલયના શિખરો પર ઠેર-ઠેર તેમાં પણ માનવસર્જિત પ્લાસ્ટિક વેસ્ટના કચરાઓ વચ્ચે પણ કિશોર આરોહકોએ કુદરતીની મજા માણી હતી. આ સાહસિકોએ પર્યાવરણ રક્ષણની વ્યક્તિગત જવાબદારી સમજીને પ્લાસ્ટિક બોટલ્સ, કોથળીઓ તેમજ ટેટ્રાપેક જેવો કચરો એકત્ર કર્યો અને બેઝ કેમ્પ પર લાવીને સત્તાવાળાઓને સુપ્રત કર્યો હતો.

આ પર્વતારોહકોએ પર્વતો ખુંદવાની સાથે આપ્યો કંઈક અલગ સંદેશો

By

Published : Jun 8, 2019, 4:43 AM IST

આ આરોહકોના જુથના નાયબ ટીમ લીડર પ્રાર્થના વૈધ સીકેનીસની માત્ર પોણા ત્રણ વર્ષની પુત્રી ત્વીષા સીકેનીસે માઉન્ટ પાતાલુસના શિખર સુધી સતત માતાની સાથે રહીને અડધી ચઢાઇ સુધી માતા પ્રાર્થનાએ તેને પીઢ પર બાંધીને આરોહણ કરાવ્યું હતું. દર વર્ષે નિયમિત રીતે હિમાળામાં અને પાવાગઢ, જાંબુઘોડા ઇત્યાદિ સ્થળોએ પર્વતારોહણ શિબિરો યોજીને બાળકિશોરોને સાહસિકતા અને હિંમત કેળવવાની સાથે પર્યાવરણથી સમીપ લઇ જવાની કોશિશ કરે છે.

આ પર્વતારોહકોએ પર્વતો ખુંદવાની સાથે આપ્યો કંઈક અલગ સંદેશો

પ્રાચીવૈદ્યની આગેવાની હેઠળના આ વર્ષના માઉન્ટ પાતાલસુ આરોહણ કેમ્પમાં વડોદરા ઉપરાંત નડિયાદ, નાસિક, થાણે અને મુંબઇના 15 જેટલાં બાળકિશોરો ઉત્સાહપૂર્વક જોડાયાં હતા. આ કેમ્પના ભાગરૂપે આ લોકોએ શુન્યની નજીક કે શુન્યથી નીચા તાપમાને આરોહણની સાથે રોક કલાઇમ્બિંગ, રેપલીંગ, રીવર ક્રોસીંગનું રોમાંચક અને સાહસિક પ્રશિક્ષણ મેળવ્યું હતું. સાથે જ અભૂતપૂર્વ હિંમત સાથે આ બાળ કિશોરોએ સ્નોફોલ અને હિમ પવનોના તોફાનનો સામનો કરીને શુન્યથી નીચે ત્રણ ડિગ્રી તાપમાનમાં પાતાલસુના શિખરને સર કર્યું. 9000 ફુટની ઉંચાઇએ સોલાંગ વેલીના બેઝ કેમ્પથી અંજની મહાદેવ વોટરફોલ, ઘુંદી, બકરપાચ જેવા હિમાળાના પડાવોનું આરોહણ કર્યુ હતું.

વડોદરાના પર્વતારોહકોએ પર્વતો ખુંદવાની સાથે પ્લાસ્ટીક વેસ્ટ ભેગો કર્યો

પ્રકૃતિની સમીપતા અને પ્રકૃતિ સાથેની મૈત્રી હંમેશા આનંદની સાથે અનેરી આત્મ શક્તિ આપે છે. એવા બોધપાઠ સાથે આ બાળકિશોરોએ જીવન સાથે વણાઇ જાય તેવા અવિસ્મરણીય અનુભવો હિમાલયની ગોદમાંથી મેળવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details