વડોદરાઃ જિલ્લાના ડભોઇ તાલુકાના ચાંદોદ પાસેના ભીમપુરા ગામે રવિવારે નર્મદા નદીમાં માતા અને તેની પુત્રી ડૂબી જવાની ઘટના બની હતી. ભીમપુરા નર્મદા નદી કિનારે વસાવા પરિવારની આ મહિલા અને તેની પુત્રી ન્હાવા ગયા હતા. જે દરમિયાન આ ઘટના બની હતી.
ડભોઇના ભીમપુરા ગામ પાસે નર્મદા નદીમાં ડૂબેલા માતા-પુત્રી પૈકી ત્રીજા દિવસે માતાનો મૃતદેહ મળ્યો - Ansuya Mataji Temple
વડોદરાના ડભોઇ તાલુકાના ભીમપુરા ગામે નર્મદા નદીના કિનારે ન્હાવા ગયેલા વસાવા પરિવારની માતા-પુત્રી ડૂબી ગયા બાદ મંગળવારે ત્રીજા દિવસે શિનોર તાલુકાના નર્મદા નદીના તટે આવેલા અનસુયા માતાજીના મંદિર પાસે કિનારેથી માતાનો મૃતદેહ મળી આવ્યો હતો.
![ડભોઇના ભીમપુરા ગામ પાસે નર્મદા નદીમાં ડૂબેલા માતા-પુત્રી પૈકી ત્રીજા દિવસે માતાનો મૃતદેહ મળ્યો mother-and-daughter-drowned-](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8815358-thumbnail-3x2-vadodraa.jpg)
ડભોઇના ભીમપુરા ગામ પાસે નર્મદા નદીમાં ડૂબેલા માતા-પુત્રી પૈકી ત્રીજા દિવસે માતાનો મૃતદેહ મળી આવ્યો
સોનલ વસાવા તેમજ પુત્રી ખુશી વસાવા નદીમાં લાપતા થયા હતા. ત્યારે ચાંદોદના નાવિક શ્રમજીવી મંડળના બોટ ચાલકોની મદદથી પરિવારે શોધખોળ આદરી હતી. સઘન શોધખોળ દરમિયાન મંગળવારે ત્રીજા દિવસે મહિલાનો મૃતદેહ મળ્યો હતો.
શિનોર તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલા અનસુયા માતાજી મંદિર પાસે કિનારેથી મહિલા સોનલ વસાવાનો મૃતદેહ મળ્યો હતો, જ્યારે તેની પુત્રી ખુશી વસાવા હજૂ પણ લાપતા છે, જેથી તેની હાલ શોધખોળ ચાલી રહી છે. જો કે, NDRFની ટીમની પણ મદદ લેવાઈ રહી છે. છેલ્લા બે દિવસથી તેમની શોધખોળ ચાલી રહી છે.