મહત્વપૂર્ણ છે કે, શહેરના કેટલાક નામાંકિત રેસ્ટરોરન્ટ, હોટેલો, તેમજ ફૂટકોટમાં જમવા અને નાસ્તામાં મરેલા જીવજંતુ નીકળવાના બનાવો ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યા હતા. જોકે હજૂ પણ શહેરમાં ફૂડ રેસ્ટરોરન્ટમાંથી ખાવાની વસ્તુમાંથી જીવડું નીકળવાની બીજી ઘટના પ્રકાશમાં આવી હતી.
વડોદરાઃ 'બર્ગર કિંગ' રેસ્ટરોરન્ટના બર્ગરમાંથી નીકળ્યું મરેલું મચ્છર - વડોદરા લેટેસ્ટ સમાચાર
વડોદરાઃ શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી નામાંકિત આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇન ધરાવતી બર્ગર કિંગના રેસ્ટરોરન્ટમાં ગ્રાહકે આપેલા બર્ગરના ઓર્ડરમાં બર્ગરમાંથી મચ્છર નીકળતાં રેસ્ટરોરન્ટના સ્ટાફમાં ભાગદોડ મચી જવા પામી હતી. જેની ગ્રાહકે વડોદરા આરોગ્ય વિભાગમાં જાણ પણ કરી હતી.
બર્ગર કિંગ રેસ્ટરોરન્ટના બર્ગરમાંથી મરેલું મચ્છર નીકળ્યું
જોકે આ મામલે આરોગ્ય વિભાગના અધિકારી મુકેશ વૈધને ફરિયાદ સાથે ગ્રાહકે રજુઆત કરતા મુકેશ વૈદ્ય દ્વારા આ મામલે ગ્રાહકની ફરિયાદને આધારે રેસ્ટરોરન્ટમાં ચેકીંગ તેમજ તપાસ કરવાની હૈયા ધારણા આપી હતી. આ સાથે શહેરની અન્ય રેસ્ટરોરન્ટમાં ચેકીંગની કામગીરી કરવામાં આવશે.